અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા

 અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા

નીરવ જોષી , અમદાવાદ

અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામે વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો એક કાર્યક્રમ 17 9 રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. એક ખાનગી ટ્રસ્ટ વડે ચાલતી હોસ્પિટલ માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાશીન્દ્રા ગામ ના સરપંચ અંબાલાલ રાઠોડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામના સરપંચ છે. પરંતુ તેમને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કે વડાપ્રધાન મોદીના સન્માનમાં આયોજિત ગુજરાતના નવા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં તેમની ફુલહાર કે લાગણીસભર સ્વાગત કરવા માટે વહીવટીતંત્રે સરપંચને આમંત્રિત કર્યા નહોતા.

પરિણામે નારાજ થયેલા સરપંચે પોતાની નારાજગી જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે કાસીન્દ્રા ગામમાં અંબાલાલ રાઠોડે સરપંચ તરીકે ઘણી પ્રશંસનીય કામગીરી કરી છે. ચાર વર્ષ પહેલા ગામની ગોચરની જમીન પણ કેટલાક અસામાજીક તત્વોના કબજામાંથી છોડાવી ગૌ સેવા માટે ઉદાહરણીય કાર્ય તેમણે કર્યું છે.

 

આમ છતાં તેઓ અનુસૂચિત જાતિના હોવાના પરિણામે તેમની હજુ પણ કેટલાક લોકો વડે માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આવી જ ઘટના ગઈકાલે મોદીજીના માટે રાખેલા કાર્યક્રમ અંગે થઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પધારવાના હોવા છતાં સરપંચ કે તેમના ઓફિસના કોઈ સદસ્યને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. આથી સરપંચ અંબાલાલ સી રાઠોડ ને ઘણું ખોટું લાગી આવ્યું છે. તેમણે મીડિયા સમક્ષ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું કે તેઓ ગામના પ્રથમ નાગરિક છે. જ્યારે વડાપ્રધાન દલિત હોવાના પરિણામે સમાજમાં સમરસતા ની વાતો થાય છે તો પછી તેઓ આ ગામના પ્રથમ નાગરિક હોવાના પરિણામે સરપંચ તરીકે તેમનો સ્વાગત કરવાનો અધિકાર પણ છીનવી લેવાયો…

આમ તેઓ તેમની નારાજગી મીડિયા સમક્ષ કરી છે . ગુજરાતના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  વાત પહોંચી શકે તે માટે તેમણે મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *