ગુજરાત યોગ બોર્ડ વડે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ

 ગુજરાત યોગ બોર્ડ વડે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134)

આવનાર 21 જૂન – વિશ્વ યોગ દિવસ ને અનુલક્ષીને અનેક પ્રકારની યોગ શિબિરો હિંમતનગરમાં આયોજિત થવા જઈ રહી છે, આ અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા યોગ પ્રોટોકોલ શિબિરનું બુધવારના રોજ સવારે 5:30 થી 6:30 કેનાલફ્રન્ટ ગાર્ડન, મહાવીરનગર, હિંમતનગર ખાતે, કોડિનેટર અમીબેન, યોગકોચ રાજેશભાઈ મોદી, ફાલ્ગુનીબેન, & યોગ ટ્રેનેરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.

100 થી વધુ લોકોએ લાભ લીધો. યોગ શિબિરની સાથે સાથે યોગ પ્રેમીઓને મતદાન અવશ્ય કરવા માટે સ્ટેજ પણ બનાવવામાં આવ્યું હતું અને આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીએ છે કે ગુજરાત યોગ બોર્ડના અલગ અલગ જગ્યાએ શિબીરો એમના પ્રસિક્ષિત કોચ વડે છેલ્લા ઘણા મહિનાથી કરાવવામાં આવે છે આ ઉપરાંત વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને પણ બે મહિનાની શિબિરો ચાલુ થઈ ગઈ છે જેનો બહોળો લાભ હિંમતનગરવાસીઓ લઈ રહ્યા છે.

સંપર્ક : રાજેશભાઈ મોદી – (Canal Front Garden) 9328930201

FALGUNIBEN (Sharda Kunj Society)-  યોગ coach – 9408412622

🙏ૐ

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *