ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે- આચાર્ય દેવવ્રત
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત તરીકે જાણીતા છે. એટલું જ નહીં તેમની ગવર્નર તરીકેની કામગીરી અન્ય જગ્યાએ પ્રશંસનીય હોવાના પરિણામે ગુજરાતમાં ખાસ કરીને મોદી સરકારે તેમને અનેક પ્રકારના ટાસ્ક સોંપીને અહીંયા મોકલ્યા છે. આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ વિશદ જ્ઞાન ધરાવે છે અને આને પરિણામે તેમની છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતીને લઈને અનેક કાર્યક્રમો ગુજરાતભરમાં આપ્યા છે. કૃષિ વિશે સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ અંગે પણ તેઓ ઘણી જગ્યાએ પ્રચાર કરતા ફરે છે.
આવા જ કાર્યક્રમ અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલી સાબર ડેરીના ઓડિટોરિયમ ખાતે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીના લાભાલાભ અંગે તેમણે આશરે 500થી પણ વધુ ખેડૂતોને સંબોધિત કર્યા હતા.
જાણીએ આચાર્ય દેવ વ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈને કઈ અમૂલ્ય શિખામણો આપી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો
ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું ‘રોલ મોડલ‘ બનશે : રાજ્યપાલશ્રી
પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે.: રાજ્યપાલશ્રી
ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે
રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે
રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ બનશે
સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોના મંતવ્યો સાંભળ્યા હતા. ખેડૂતોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે. અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે માહિર છે. ગુજરાત સરકાર પશુ ધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલશ્રીએ પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.
રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ઓર્ગેનિક ( જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.
રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી અને ગૌપાલન અંગે લોકોને પ્રેરણા આપે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે ધરતી માતાને અને આપણી જાતને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે.
આ કાર્યક્રમ પૂર્વે માનનીય રાજયપાલ શ્રીએ સાબર ડેરી સ્થિત ગુજરાતનું ઇથનોવેટ યુનિટ પ્લાન્ટનું નિરીક્ષણ કરી ત્યાં ચાલતી પ્રક્રિયાની માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં સાબર ડેરી ઉત્પાદિત ” સાબર મધ”નું લોકાર્પણ કર્યુ હતું. સાથે જ આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષ અને હિતાર્થ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સહભાગીદારી કરવા પ્રયત્નશીલ છે તેવાં પ્રગતિશીલ ત્રણ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મંત્રીશ્રી અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, જિલ્લા કલેકટર શ્રી એન.એન.દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, સાબર ડેરી નિયામક મંડળ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટ નિયામકશ્રી વી.કે.પટેલ , જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Forward message
આચાર્ય દેવવ્રત, માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત તા. 6 એપ્રિલ 2023 ને ગુરુવારે સાબર ડેરી આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ માં સાબર ડેરી ખાતે ઉપસ્થિત રહી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપનાર છે.
સદર કાર્યક્રમ નું Facebook અને YouTube ઉપર પણ જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે આથી રસ ધરાવતા ખેડૂતો અને દૂધ મંડળીઓ ના વધુમાં વધુ સભાસદ કાર્યક્રમ જુએ અને સાંભળે તે માટે વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે જીવંત પ્રસારણ જોવા નીચેની લિંક નો ઉપયોગ કરવા વિનંતી છે