ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરાઈ, કોંગ્રેસે ભારે વિરોધ કર્યો
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
રાહુલ ગાંધીની લોકસભામાં સદસ્યતા રદ… ગઈકાલે સુરતમાં સજા જાહેર થવાથી રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય માંથી નિયમો દર્શાવીને તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી. સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરોમાં કોંગ્રેસનું હલ્લાબોલ આંદોલન શરૂ થઈ ગયું છે. આજરોજ લખનવમાં પણ ભારે પ્રદર્શન થયું હતું. કોંગ્રેસ 27 માર્ચના રોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવા જઈ રહી છે.
રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને મોદી સરકારની આખરે ટીકા કરી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કેન્દ્ર સરકારની સખત શબ્દોમાં ટીકા કરી. કોંગ્રેસના કહેવા મુજબ અદાણી ના મામલે જેપીસી ટીમ રચવાની માંગથી કેન્દ્ર સરકારે આવું આકરું પગલાં ભર્યા નો અનેક નેતાઓનો મત/ અભિપ્રાય. અભિષેક મનુ સંઘવી એ પ્રેસ વાર્તા કરીને સમગ્ર મામલાને સુપ્રીમમાં પડકારવાની જાહેરાત કરી. રાહુલ ગાંધી કેરળના વાયનાડ સીટ પરથી સંસદ સભ્ય હતા.