ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ
નીરવ જોષી, હિંમતનગર
- હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા
- રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી.
- જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક સંવેદનશીલ સ્થળે પોલીસ બંદોબસ્ત યથાવત તેમજ અન્ય સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત યથાવત.
શનિવારના રોજ રામ ભક્ત હનુમાન ની જન્મ જયંતી સમગ્ર હિંમતનગરના અનેક સ્થળે આવેલા હનુમાન મંદિરો મા ખૂબ ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત રવિવાર ના રોજ રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની કમનસીબ ઘટના બની હતી. પરિણામે વાતાવરણ છેલ્લા એક અઠવાડિયાથી તંગ હતું પરંતુ પોલીસની વધારાની ટુકડીઓ ની હાજરી ના પરિણામે હનુમાન મંદિરો ની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર શનિવારનો દિવસ હિંમતનગર શહેરના 15 થી પણ વધુ હનુમાનજી મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી અંતર્ગત પૂજાપાઠની, હનુમાન ચાલીસાના પાઠનું ,યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરમાં આશરે ૧૫ થી પણ વધારે હનુમાન મંદિરો આવેલા છે.
ધાણધા પાસે આવેલા હનુમાનજી મંદિર અને વકતાપુર સ્થિત હનુમાનજી મંદિરમાં સવારે હવનનું આયોજન કરાયું હતું .આ જ પ્રમાણે ખાડિયા વિસ્તારના બાલા હનુમાન મંદિરે તેમજ મહેતાપુરા ના રામજી મંદિરના હનુમાન મંદિરે અને હાથમતી નદી કિનારે આવેલા હનુમાનજી મંદિર ખાતે પણ હવન અને હનુમાન ચાલીસાના પાઠનું ભાવ ભક્તિ પુર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન હનુમાનની મૂર્તિ ને ખુબ જ આકર્ષક રીતે સજાવવામાં આવી હતી. અનેક ફૂલ અને શૃંગાર થી હનુમાનજીને ભક્તિ ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. ટાવર ખાતે ચોકમાં આવેલા હનુમાનજી મંદિરે પણ દર્શન માટે ભકતોની ભીડ ઉમટી હતી.
ખાડિયામાં બાલ હનુમાનના મંદિરે હવન તેમજ ભવ્ય પ્રસાદ ભંડારાનું આયોજન કરાયું.
બાલા હનુમાન ટેમ્પલ, ખાડિયા ચાર રસ્તા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદી પણ રાખવામાં આવી હતી જેનું આયોજન બાલ હનુમાન સેવા ટ્રસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી અમિતભાઈ રાવલ ઉપપ્રમુખશ્રી બીપીન ભાઈ પટેલ મંત્રીશ્રી દિપક દરજી તથા સભ્યો શક્તિસિંહ બડગુજર, ગોસ્વામી હીરાભાઈ પરમાર તથા અન્ય ભક્તોએ યથાયોગ્ય સેવામાં ફાળો આપ્યો હતો. હવન અને હનુમાન ચાલીસાના પાઠ બાદ સાંજના રોજ ભોજન પ્રસાદનો લાભ આશરે હજારથી પણ વધારે ભક્તોએ લીધો હતો જેનું આયોજન નજીકની સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું . આગામી 30 મે ના રોજ બાલા હનુમાન ની બાજુમાં આવેલા શનિ મહારાજના મંદિરનો પાટોત્સવ ટ્રસ્ટીઓ વડે ધામધુમથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.
Email: joshinirav1607@gmail.com