હિંમતનગરમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

 હિંમતનગરમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

આજે ચૈત્ર નવરાત્રી નો બીજો દિવસ સિંધી સમાજ માટે પણ અનોખો છે ખાસ કરીને આજના રોજ સિંધ પ્રાંતમાં સિંધી સમાજના ધર્મગુરુ ઝુલેલાલનો જન્મ થયો હતો ! જુલેલાલને દરિયાલાલ તરીકે પણ સિંધી સમાજના આરાધ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે! સિંધી પ્રજા ઉદ્યોગ અને સાહસિક પ્રજા છે… હિંમતનગરમાં જુલેલાલ ની જન્મ જયંતિ પર ભારે ઉત્સાહથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હિંમતનગરના ભાઈ બહેનોએ ખૂબ શ્રદ્ધાથી ભાગ લીધો હતો અને ઝૂલેલાલને સમગ્ર સમાજના કલ્યાણ માટે અને ગુજરાતના તેમજ ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

એક જમાનામાં આખો સિંધ પ્રાંત સિંધીઓથી ભરેલો હતો.. જે હાલ પાકિસ્તાનમાં મોટો ભાગ છે આ ભાગમાં સિંધીઓ ભારે સમૃદ્ધિથી રહેતા હતા અને અનેક જગ્યાએ દરિયો ખેડખેડી અને પ્રવાસ કરતા હતા. આમ ઝુલેલાલને દરિયાલાલ તરીકે પણ પૂજા કરવામાં આવે છે.

આજે જુલેલાલની જન્મ જયંતી પર હિંમતનગરમાં ખૂબ મોટાપાએ ઉજવણી કરાઈ હતી અને ભારે ઉત્સાહથી સિંધી ભાઈઓએ તેમનું જુલુસ નીકાળ્યું હતું… એટલે કે શોભાયાત્રા ભવ્ય બનાવી હતી. કોરોના પછી પહેલી વખત આટલી મોટી શોભાયાત્રા યોજાઈ હતી. જુલેલાલ ઉડેલો લાલ ઝુલેલાલના જેવા દિવ્ય સ્લોગનથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું… તેમજ સવારે પૂજા આરતી અને ત્યારબાદ શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આશરે બસ 1200 થી 1500 જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ શોભાયાત્રામાં હનુમાનજીની ભૂમિકા ભજવી રહેલા કલાકારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ વીડિયોમાં જોઈ શકો છો. આ ઉપરાંત શોભાયાત્રા સમાપન થઈ અને વિરામ બાદ સાંજે 7:00 વાગે સિંધી સમાજના ભજનને જેને ખાસ સિંધી ભાષામાં ભૈરાના કહેવામાં આવે છે …એટલે કે રાત્રિનો ભજનનો પણ કાર્યક્રમ ભક્તિ ભાવપૂર્વક આયોજિત  કરવામાં આવ્યો છે ..જેમાં મોટી સંખ્યામાં સિંધી ભાઈ બહેનો અને શ્રદ્ધાળુ હાજરી આપી અને પ્રસાદનો લાભ લેશે.

જય ઝૂલેલાલ !સમગ્ર સમાજનું , સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતનું કલ્યાણ કરો!

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *