શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
સાબરકાંઠામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન, આજે હિંમતનગર ખાતે સાહિત્ય વિતરણ
નીરવ જોષી,હિંમતનગર
- સાબરકાંઠા જિલ્લામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના નેજા હેઠળ નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તા.૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન પસંદગી પામેલી ૧૯૩ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અત્યારે વેકેશનમાં કાર્યરત છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ૧૨ નવેમ્બર ના રોજ યોજાનાર NAS 2021ના જિલ્લા ઓબર્ઝવર ડી.આર.ડી.એ. ડાયરેક્ટરશ્રી આર.એમ.ડામોર, ડી.ઇ.ઓ શ્રી સંજય વ્યાસ, ડી.પી.ઇ.ઓ શ્રી હર્ષદ ચૌધરી, ડી.એલ.સી. શ્રી કપિલભાઈ ત્રિવેદી અને ડી.એન.ઓ પ્રાચાર્ય કે.ટી. પોરણીયા અને પ્રો.અશ્વિન પટેલ સમગ્ર સાબરકાંઠા શિક્ષણ ટીમ દ્વારા ધોરણ ૩,૫,૮ અને ૧૦માં રાષ્ટ્ર વ્યાપી નેશનલ એચિવમેન્ટ સર્વે ના માધ્યમથી ૬૦૮૪ બાળકો માટે સેમ્પલ સર્વે થશે. ત્યારે સી.બી.એસ.સી શાળા ગ્લોબસ હિંમતનગર ખાતે સાહિત્ય વિતરણ કરવામાં આવશે. ૨૪૩ ઓબઝર્વર અને ૨૬૬ એફ આઈ તરીકે સીધા ફાળવણી કરેલ સ્કૂલમાં જશે. સમગ્ર દેશમાં રાષ્ટ્ર વ્યાપી એક જ દિવસ એક જ સમયે નેશનલ એચિવમેન્ટ સર્વે હાથ ધરવામાં આવશે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોનામાં સૌથી વધારે સમાજ ને ચિંતા સતાવી રહી હોય તો તે શિક્ષણની છે. ખાસ કરીને સ્કૂલના બાળકો દોઢ વર્ષથી શાળાએ નિયમિત ન જતા હોવાને પરિણામે શિક્ષણની ગુણવત્તા ખૂબ જ દિશાવિહીન થઈ ગઈ છે. ચતુર રાજકારણમાં જ રચ્યાપચ્યા રહેતા નેતાઓને હજુ શિક્ષણની કેવી દુર્દશા થઇ છે અને તેનાં માઠાં પરિણામ આવશે તેની તો હજી કલ્પના જ નથી! આમ છતાં ગુજરાત સરકારના અધિકારીઓ નવા નવા અભિગમ કરી અને બાળકોના શિક્ષણને બચાવવાના પણ સંનિષ્ઠ પ્રયત્નો કરતા જોઈ શકાય છે. કેટલીક વખત કેટલાક પ્રયોગો હજુ નવા છે છતાં પણ તે આવકારદાયક છે. આ પ્રયોગ અંતર્ગત નેશનલ એચિવમેન્ટ સર્વે નું આયોજન શરૂ કરાયું છે અને તે હેઠળ ખેડ તસિયા રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલમાં સાહિત્યનું વિતરણ થનાર છે. ઉલ્લેખનીય છે કે હાલ વેકેશન ચાલી રહ્યું છે આમ છતાં પણ શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને ગુજરાત સરકાર અલગ-અલગ પ્રયોગો કરાવડાવી અને આવનારા દિવાળી વેકેશન બાદ શિક્ષણને વધારે સારું કરવાનો પ્રયત્ન કરી રહી છે તે પણ અત્યારે હાલ જોવાઈ રહ્યું છે.