ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી
નીરવ જોશી ,હિંમતનગર
આજરોજ મહાકાળી મંદિર વડાલી ની ભવ્યાતિભવ્ય નગર યાત્રા નગરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પુર્વક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સગર સમાજ જે ખૂબ મોટા પાયે – સંખ્યામાં નગરમાં વસી રહ્યો છે તેમના કુળદેવી મહાકાળી માનો મંદિરની સ્થાપના નું ૨૫મું વરસની રજત જયંતિ ઉજવણી ચાલી રહી છે. આ ચાર દિવસીય રજતજયંતી મહોત્સવના ઉપક્રમે આજે ત્રીજા દિવસે મા મહાકાળીની દિવ્ય પાલખીયાત્રા સાત જેટલા ટ્રેકટરો પર બનેલા રથ અને દેવો ના પોશાક ભક્તો વડે આયોજિત કરવામાં આવી હતી.
આ નગરયાત્રા આશરે સાડા આઠની આસપાસ મહાકાળી મંદિરથી નીકળી અને નગર સેવા સદનની પાસે આવેલા પ્રવેશદ્વારમાંથી વડાલીમાં પ્રવેશ કરી ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. આખા વડાલી નગરના મહાકાલી ભક્તો ને પાલખી વડે દર્શન આપીને મા મહાકાલી એ સર્વે નગરજનોને ધન્ય ધન્ય કર્યા હતા.
નાસિક બેન્ડ વાળી તેમજ 3 ડીજે ના અવાજે સગર ભકતો ઝુમી ઉઠ્યા હતા! ખૂબ મોટા પાયે ધામધૂમથી માં મહાકાળી માની નગરયાત્રા હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં બપોરના બાર વાગ્યા સુધીમાં સંપન્ન થઈ હતી.ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આવતીકાલે સહસ્ત્ર ચંડી હવન ની પૂર્ણાહુતિ બપોરે સાડા બારની આસપાસ થનાર છે જેનો સગર ભક્તો તેમ જ સમગ્ર શહેરના ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક લાભ લેશે.