શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

 શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર….
શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ……

અલૌકિક શક્તિ પ્રાપ્તિ માટે ખાસ પ્રયોગ
આ દિવસે જે સાધકોએ આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરવું હોય તો અલૌકિક શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આ દિવસે શિવાલયમાં જઇને શિવલિંગ ઉપર જે નાગ હોય છે તેના ઉપર દૂધ પ્રથમ પડે અને ત્યારબાદ તે શિવલિંગ ઉપર પડે તે રીતે કરવું.

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આ દિવસ દેવાધિદેવ શિવજીની વિશિષ્ટ કૃપા મેળવવાનો હોવાથી લગ્નવિલંબ દૂર કરવાથી માંડીને આરોગ્ય પ્રાપ્તિ માટેના પ્રયોગ પણ કરવામાં આવે છે.

શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે આરોગ્ય પ્રાપ્તિ માટે ખાસ આરાધના પણ કરવામાં આવે છે.

મહાદેવજીની ઉપાસના કરવાથી વ્યક્તિ આકસ્મિક અકસ્માતથી પણ બચી શકે છે. ખાસ કરીને શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રની ૧૧ માળા પણ કરી શકાય છે. એ જ રીતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને કાળા તલ મિશ્રિત જળનો અભિષેક કરવો. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માંદગીથી પીડાતા હોય તેઓ શિવ મંદિરે ધજા અર્પણ પણ કરી શકે છે. આ દિવસે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું પઠન પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત રુદ્રાષ્ટકમ અને શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ બીજા અન્ય ભગવાન જગતગુરુ શંકરાચાર્ય વીરચિત શંકરજીના સ્ત્રોતનું પાઠ પણ કરી શકાય.

શ્રાવણનાં સોમવારે લગ્ન વિલંબ હોય તેમણે ખાસ કરવો જોઇએ, એમ કહી જણાવ્યું કે આ દિવસે એક મુઠ્ઠી મગ લઇને શિવાલયમાં જવું અને એક-એક દાણો મગ શિવલિંગ ઉપર ‘ઓમ્ ક્લીં નમ:’ મંત્ર મનમાં બોલીને ચડાવતા જવાનું છે. ખૂબ જ શ્રદ્ધાપૂર્ણ રીતે આ પ્રયોગ કરવો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *