પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર

 પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)

હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ  આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી.

મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પાટીદાર યુવા સ્નેહ મિલનના મુખ્ય ઉદ્દેશ્યો – વ્યસન મુક્તિ, શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન, આધુનિક તેમજ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, વ્યવસાયિક વિકાસ, ગોળ પ્રથા નાબૂદી તેમજ સામાજિક પાટીદાર એકતાની ખાસ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીએ છે કે પાટીદાર યુવાનો પોતાના કારકિર્દી માટે ઘણી વખત સંઘર્ષ કરતા હોય છે. ખેડૂત હોવા છતાં એમની અનેક સમસ્યાઓ પણ છે…સાથે સાથે ઘણા બધા પાટીદારો યુવાનો મોટી ઉંમરે પણ કુવારા જોવા મળી રહ્યા છે. આ બધી પ્રથાઓ જે ગોળ પ્રથા કે અનેક સામાજિક અલગ અલગ વાડાઓ ને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એના સુખદ નિવારણ માટે પણ મંગલ કામના આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. બધા પાટીદાર એક જ છે અને માં ઉમિયાા ના સંતાનો છે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

પાટીદાર સમાજના જાણીતા વક્તાઓ જેવા કે 16 પાટીદાર ગોળના 16 પ્રમુખોએ ઉપસ્થિત યુવાનોને પ્રેરણા આપી હતી તેમજ ઉમિયા પાટીદાર , હિંમતનગરના સૌજન્યના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં આશરે 7 હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે માં ઉમિયાની દિવ્ય આરતી ઉતારી હતી. તેમજ મોબાઈલ ના પ્રકાશ ના દિવ્ય વાતાવરણમાં માં ઉમિયાની આધુનિક આરતી ઉતારીને વાતાવરણને -દિવાળી નિમિત્તે આયોજિત પાટીદાર યુવા મિલન ના આ સુંદર પ્રસંગને ખૂબ જ યાદગાર બનાવી દીધો હતો!!! આ સમગ્ર કાર્યક્રમ બિન રાજકીય હતો તેમ જ સામાજિક ચેતનાને અને વ્યક્તિગત ચેતનાને મા ઉમિયા ની કૃપાથી વધારે નવી સફળતાની ઊંચાઈએ પહોંચાડવાનો એક શુભ પ્રયાસ હતો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *