ચેન્નઈમાં એક સમારોહમાં સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા – BEST MOVIE રહી

 ચેન્નઈમાં એક સમારોહમાં સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા – BEST MOVIE રહી

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)Avs post media

સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે હવે નવી પદ્ધતિઓ અને નવા પ્રયોગો થવા લાગ્યા છે, મારા એક દસ વર્ષ જુના મિત્ર અભિષેક ઉપાધ્યાય કે જે સંસ્કૃત પાઠશાળાના આચાર્ય છે તેમણે તેમની મિત્રો સાથે મળીને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ઘણા પ્રયાસો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે એક વધુ એક સિદ્ધિ મેળવી છે, જે નીચે મુજબ છે.

સુજ્ઞ મહોદય,

નીચે મુજબની માહિતી વાંચી અને સંસ્કૃત ફિલ્મ નિહાળી આપના બહુમૂલ્ય અભિપ્રાય પાઠવો એવી હૃદયના ઊંડાણથી અરજ.

🔗 લિંક👇🏻

https://youtu.be/Ixgk2eoOqxk?si=mVMt6kdGh9VXNwMK

નમસ્કાર,

દેવભાષા સંસ્કૃત આપણો અદ્ભુત વારસો છે. તેનું ઊંડાણ અને ઉંચાઇ બંને અનન્ય અને અનુપમ છે. માનવજીવનને સાર્થક કરવામાં અને તેને સર્વોચ્ચ દરજ્જો આપવામાં સંસ્કૃત સાહિત્ય નિઃશંકપણે શ્રેષ્ઠ છે.

ચેન્નાઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં M K Films (સુરત) દ્વારા નિર્મિત સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા – “BEST MOVIE” રહી.. આંતરરાષ્ટ્રીય 63 ફિલ્મોમાંથી 2024ની સ્પર્ધામાં ‘શાશ્વતમ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અન્ય ત્રણ એવોર્ડ પણ મળ્યા. જેમાં શ્રીમોનાક્ષ એન. કાનિરકર – શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (સતત બીજી વખત) માટે બે પુરસ્કારો જીત્યા તથા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા શ્રીમહારુદ્ર કે. શર્માને સતત બીજી વખત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મોત્સવમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી શ્રી એલ.મુરુગન જીની અધ્યક્ષતા અને બોલિવૂડના “THE KASHMIR FILES” ફિલ્મના નિર્માતા-નિર્દેશક શ્રી વિવેક રંજન અગ્નિહોત્રીજી તથા પ્રખ્યાત દક્ષિણ ફિલ્મ નિર્દેશક શ્રી મોહન-જી એ પણ જજ અને જ્યુરીની ભૂમિકા ભજવી હતી.
આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન જેવા દેશોએ પણ ભાગ લીધો હતો. કુલ 63 ફિલ્મોમાંથી છ ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી અને ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. સુરતની ‘શાશ્વતમ’ ફિલ્મે ચાર એવોર્ડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી એલ. મુરુગનજીએ કહ્યું, “સંસ્કૃતને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે, સરકાર પણ આવા માધ્યમ દ્વારા આપણી સંસ્કૃતિને ઓસ્કાર સુધી લઈ જવા માટે ઉત્સુક છે.”
શ્રી વિવેક અગ્નિહોત્રીજીએ ઉત્સાહપૂર્ણ સ્વરમાં કહ્યું, “આટલી બધી ફિલ્મો સંસ્કૃત ભાષામાં બને છે. અને તેમાંથી મોટાભાગના મોનાક્ષ જેવા યુવાનો દ્વારા બનાવવામાં આવી છે આ.લોકો જે કામ કરી રહ્યા છે તેનાથી હું અભિભૂત છું. જો આ ઉમદા હેતુ માટે મારું યોગદાન જરૂરી હશે, તો હું ખુશ થઈને નિભાવીશ.” અંતમાં, દરેકે વિજેતાઓને તેમની જીત માટે અભિનંદન આપ્યા.
જો કે અહીં મુખ્ય હેતુ સંસ્કૃતને ચેતનવંતી રાખવાનો છે, પરંતુ આ માધ્યમમાં એક વાર્તા પણ આવશ્યક છે, તેથી કેટલાક સામાજિક પ્રેરણાદાયી સંદેશ પસંદ કરવાનો હોય છે. અંગદાન દ્વારા, ‘શરીરામાદ્યમ ખલુ ધર્મસાધનમ્’ કહેવત મૃત્યુ પછી બળીને રાખ થઈ જાય તેવા શરીર માટે સાર્થક બની શકે છે. આ પ્રેરણાદાયી સંદેશ ‘શાશ્વતમ’માંથી મળે છે. પૌરાણિક સંદર્ભો પણ અહીં આપવામાં આવ્યા છે. એક વ્યક્તિનું અંગ દાન પાંચ લોકોના જીવનને ઉજ્જવળ બનાવે છે.” જેમ એક શાખામાં બીજી શાખા રોપવાથી છોડ જીવી જાય છે અને ખીલે છે, તેવી જ રીતે આપણે હૃદયને હૃદય સાથે જોડીએ, આ રીતે શરીરનો નાશ થયા પછી પણ અંગદાન દ્વારા માનવતાને શાશ્વત રાખી શકાય છે.

અહીં બોલચાલની સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને સંસ્કૃત અઘરી છે એવી ગેરસમજ પણ દૂર થાય છે.દેશની આ વારસાની જાળવણી માટે આપણે સતત પ્રયત્નો કરવા જોઈએ. આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ નિયમિતપણે તેમના નિવેદનોમાં સંસ્કૃત સાહિત્યની મહાન સૂક્તિઓનો ઉલ્લેખ કરે છે.

અમે ત્રણેય સંસ્કૃતના આ પ્રચારયજ્ઞમાં એક નાનકડું યોગદાન આપીને અપાર આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ. પુરસ્કારો ગૌણ હોય તો પણ તે ઉત્સાહ વધારતા હોય છે અને નવા કાર્યો કરવા માટે જોશ ભરે છે.

“શાશ્વતમ” માટે ગર્વની બાબત એ છે કે તેને પ્રતિષ્ઠિત ‘દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-2024’માં WINNER OF TOP 100 SHORT FILM નો એવોર્ડ પણ મળ્યો છે. તેને અન્ય પુરસ્કારો પણ મળ્યા છે અને અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે નોમિનેશન માટે મોકલવામાં આવી છે –

No. Film Festival Award Name
01 International Sanskrit Short Film Festival 2024.
(Chennai.) BEST MOVIE SHASHWATAM
02 BEST DIRECTOR Monaksh N. Kanirkar
03 BEST ACTOR Maharudra K. Sharma
04 BEST Cinematography Monaksh N. Kanirkar
05 Madras Independent Film Festival BEST INDIAN SHORT FILM SHASHWATAM
06 Dada Saheb Phalke International Film Festival Winner – TOP 100 SHASHWATAM
07 Chitrangan International Film & Theatre Festival
(Rewa, Madhya Pradesh.) Official Selection & Screening SHASHWATAM

ભવદિય
અભિષેક ઉપાધ્યાય
શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા,
આમલીરાન, કવિ નર્મદના ઘર પાસે,
સુરત
મો.9726556339

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *