યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ આપ્યો પ્રતિભાવ

 યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ આપ્યો પ્રતિભાવ

યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ આપ્યો પ્રતિભાવ

નીરવ જોષી ,નવી દિલ્હી

મહિલાઓની લગ્નની ઉંમરને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે અંગે જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય કેબિનેટે દેશમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર હાલના કાયદાઓમાં સુધારા લાવશે.

અમદાવાદમાં દસકોશી પાટીદાર મહિલા સમાજના પ્રમુખ ભગવતી બેન પટેલ કે જેઓ ભૂતકાળમાં મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે તેમણે યુવતીની લગ્ન વય મર્યાદા ૧૮ થી ૨૧ કરવા અંગે છેલ્લા ત્રણ વર્ષથી લડત આપી રહ્યા હતા તેમજ આ અંગે તેમણે અનેક પ્રયાસો પણ કર્યા હતા. અમદાવાદમાં avspost વેબસાઇટ સાથે નરેન્દ્ર મોદી સરકારની આવકારદાયક પહેલ અંગે તેમણે તેમજ તેમની સમાજની મહિલાઓ વાતચીત કરી હતી અને તેમનો ઉત્સાહ પ્રગટ કર્યો હતો.

જણાવી દઈએ કે, પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમના લગ્ન યોગ્ય સમયે થાય તે જરૂરી છે. હાલમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે તેને એક આકાર આપવા માટે સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારા લાવશે.

નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે તેની ભલામણ કરી હતી. વીકે પોલ પણ આ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. આ ઉપરાંત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન અને ન્યાય અને કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્યો હતા.

આ ટાસ્ક ફોર્સે રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેને રિપોર્ટ આપ્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે તેની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *