હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

 હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

નિરવ જોષી, અમદાવાદ (7838880134)

ધી આર્ટ ઓફ લિવિંગે, ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશ શરુ કરી

√ ૨ લાખ ભારતીયોએ આ ઝુંબેશમાં ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી

બેંગલોર,૨6 જુલાઈ ૨૦૨૩: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ લિવિંગે ૨૪ થી ૩૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન ‘ભારતમાં ધ્યાન’ ની ઝુંબેશ ઉપાડી છે.આ ઝુંબેશનો ઉદ્દેશ તમામ ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકોને ધ્યાનની રીતો અને સ્વજાગૃતિ વિશે સશકત કરવાનો છે.આ ઝુંબેશ ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સંપૂર્ણ સહયોગથી ચાલી રહી છે.’હર ઘર ધ્યાન’ની પહેલનો અંત સ્વતંત્રતા દિવસ,૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના દિવસે થશે.આ પહેલ આધ્યાત્મિક માર્ગોથી તંદુરસ્તી મેળવવામાં દેશના વિકાસમાં એક સૂચક સીમાચિહ્નરૂપ ગણાશે.

‘ભારતમાં ધ્યાન’ થકી આખા દિવસ દરમ્યાન નિઃશુલ્ક ઓનલાઇન ધ્યાન માટે ૮ સમયની શ્રેણી ફાળવવામાં આવી છે:સવારે ૬,૭,૮ વાગે,બપોરે ૨,૩ વાગે અને સાંજે ૬,૭ અને ૮ વાગે.

આ જીવંત ઓનલાઇન સત્રો ધી આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત શિક્ષકો દ્વારા લેવામાં આવે છે.
‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ભાગ લેવા શું કરવું

indiameditates.org વેબસાઈટ પર નોંધણી કરાવવાથી વોટ્સઅપ ગૃપમાં સમાવેશ કરવામાં આવશે અને તેમાં સત્ર માટેની જીવંત લીંક મળશે.ભાગ લેનારને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રમાણિત ઈ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

અત્યાર સુધીમાં ૨ લાખ કરતાં વધારે ભારતીયોએ નોંધણી કરાવી છે.

સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી, આઝાદીકા અમૃત મહોત્સવ, માટે સાંસ્કૃતિક મંત્રાલયે ભારતીયોને ધ્યાનના પરિવર્તનકારી માધ્યમ વિશે શીખવવા અને સશકત કરવા ધી આર્ટ ઓફ લિવિંગ સાથે ભાગીદારી કરી છે.આ યોજનાનો આરંભ ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બેંગલોરમાં ધી આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય વડામથકે વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઈની ઉપસ્થિતિમાં ૨૦,૦૦૦ ની મેદનીમાં કરવામાં આવ્યો હતો.

ત્યારથી ‘હર ઘર ધ્યાન’ ની પહેલને દેશભરમાંથી ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો છે.તાજેતરના મહિનાઓમાં ૧૦ લાખ કરતાં વધારે લોકોએ આ ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લીધો છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે, “ધ્યાન તમને તમારો દ્રષ્ટિકોણ બદલવામાં સહાય કરે છે.તમે જે રીતે વ્યક્તિ/વસ્તુ/પરિસ્થિતિને જોતા હોવ છો તેમાં બદલાવ લાવે છે.તમારી તમારા આસપાસના લોકો સાથેની ક્રિયા-પ્રતિક્રિયામાં બદલાવ લાવે છે– તમે શું બોલો છો,તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો અને વિવિધ પરિસ્થિતિમાં વર્તો છો એ વિશે તમે વધારે જાગૃત બનો છો.”

સાબિત થયેલું છે કે ધ્યાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,સમગ્ર તબિયતમાં સુધારો થાય છે,તનાવ,ચિંતા અને હતાશામાં ઘટાડો થાય છે તથા માણસોને તેમના મનને નિયંત્રિત કરવાની ક્ષમતા મળે છે અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *