ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
માણસાના મહુડી ખાતે કોંગ્રેસ સદસ્યતા અભિયાનનો શુભારંભ
નીરવ જોષી, હિંમતનગર
આજરોજ ગાંધીનગર જિલ્લા માણસા તાલુકાના પવિત્ર જૈન તીર્થક્ષેત્ર મહુડી ખાતે ગુજરાત કોંગ્રેસના સદસ્ય બનાવો અભિયાન શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માણસા તાલુકાના ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, માજી ધારાસભ્ય બાબુ સિંહ ઠાકોર ,gpcc મહામંત્રી અને પ્રવક્તા ડૉ હિમાંશુ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભી , માણસા તાલુકા પ્રમુખ ગીરવત સિંહ ચાવડા, માણસા વિધાનસભા પ્રભારી શ્રી ભરતસિંહ પરમાર, માણસા તાલુકા વિપક્ષ નેતા દીપકભાઈ ચૌધરી, માણસા તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ચૌધરી, પૂર્વ જિલ્લા સદસ્ય શ્રી નાથુસિંહ મકવાણા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા ની 2022 ની ચૂંટણીઓને હવે ફક્ત આઠ મહિનાની વાર છે ત્યારે સમગ્ર માણસા વિધાનસભા ના ગામડાઓમાં કોંગ્રેસ સદસ્યતા અભિયાન ખૂબ જ પુરજોશથી આગળ ધપાવવા ઉપસ્થિત બધા પદાધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત કોંગ્રેસના સદસ્ય અભિયાન વડે વધુને વધુ નવા કાર્યકર્તાઓ તૈયાર થાય તેમ જ ડિજિટલ માધ્યમથી યુવાશક્તિ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય તે અંગે માર્ગદર્શન આપ્યું છે. કાર્યક્રમમાં આશરે 70 -80 કોંગ્રેસી સદસ્યો હાજર રહ્યા.