ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર, કેટલીક અગત્યની જાહેરાતો 

 ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર, કેટલીક અગત્યની જાહેરાતો 

નિરવ જોશી, હિંમતનગર

શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ આવવું જોઈએ અને બીજાઓને પણ પ્રેરણા આપવી જોઈએ. પ્રસ્તુત છે, કેટલાક કાર્યક્રમો જે છેલ્લા 15 દિવસ દરમિયાન જાહેર થયા છે.

રાજ્યકક્ષા ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪  તારીખ લંબાવવા બાબત

 કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, સાબરકાંઠા દ્વારા આયોજીત રાજ્યકક્ષા ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા આગામી ડિસેમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં યોજાનાર છે. આ સ્પર્ધામાં તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ ૧૪ થી ૧૮ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ જ ભાગ લઇ શક્શે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૩ હતી, જે તા.૧૧/૧૨/૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક યુવક યુવતીઓ એ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે તા.૧૧/૧૨/૨૦૨૩ સુધી ઉપર મુજબના સરનામે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


 

સૂર્યનમસ્કાર સ્પર્ધામાં” ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા બાબત

***

    ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ” દ્વારા આયોજિત

સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩” નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સૂર્યનમસ્કારએ સુર્યની ઉપાસના માટે છે જેનાથી ઉર્જા અને શક્તિ મળે છે.સાથે યોગએ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર થાય તેમજ સૂર્યનમસ્કારમાં શ્રેષ્ઠ

પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનો ઉદ્દેશ્ય છે.

    સૂર્યનમસ્કાર સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી શરુ કરી રાજ્યકક્ષા સુધી યોજાનાર છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ સ્પર્ધાઓ થનાર

છે. સૂર્યનમસ્કાર સ્પર્ધામાં અ-કેટેગરીમાં ૦૯ થી ૧૮ વર્ષબ-કેટેગરીમાં ૧૯ થી ૪૦ વર્ષ અને ક-કેટેગરીમાં ૪૧ વર્ષથી વધુ એમ ચાર તબક્કામાં સ્પર્ધા યોજાશે.

સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૬/૧૨/૨૦૨૩ થી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધી રજીસ્ટ્રેશન લીંક

https://snc.gsyb.in કરવાનું રહેશે. જેથી શાળા/કોલેજના ખેલાડીઓને તેમજ પાટણ જિલ્લા નાગરિકોને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

 

વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીસાબર સ્ટેડિયમભોલેશ્વર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા તથા યોગ કો-ઓર્ડીનેટર અમીબેન પટેલ (મો.૯૪૨૬૮૯૭૯૦૧) નો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી (I/C) સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 


ગુજરાતના ગરબાને કલ્ચર હેરિટેજનો દરજ્જો મળતા હિંમતનગર           ખાતે ગરબા ઓફ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત જિલ્લા કક્ષાના “ગરબા ઓફ ગુજરાત” નિમિત્તે ગ્રમોર કેમ્પસ,હિંમતનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને કલ્ચર હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા આપણી ભવ્ય વારસાને મળેલી સ્વીકૃતિની ઉજવણીના ભાગરૂપે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભારતની ૧૪ પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યુ છે. જેમાં હવે ૧૫મા નંબરે ગુજરાતનો ગરબો છે. ગુજરાતની આ વિરાસત વૈશ્વિક સ્તરે પહોંચી છે. જેને સાબરકાંઠા વાસીઓએ ઉમંગભેર વધાવી હતી. આ કાર્યક્રમમાં બોત્સવાના ખાતે યુનેસ્કો દ્વારા યોજાયેલ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભૂમિકાબેન પટેલ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશભાઇ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ત્રિવેણી સરવૈયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી  આશાબેન પટેલ તેમજ મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


જિલ્લાકક્ષા સાંસદ પ્રતિયોગીતાના  આયોજન બાબત

**************

ગુજરાત સરકાર દ્વારા જિલ્લાકક્ષા સાંસદ પ્રતિયોગીતાનું આયોજન કરવાના સુચન અન્વયે સાબરકાંઠા જિલ્લામાં રમત ક્ષેત્રે વધુ ઉત્સાહ જળવાઈ રહે તે હેતુસર સાંસદ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા સાંસદ સ્પર્ધા તા.૦૯ અને ૧૦ તથા તા.૧૬ અને ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન યોજાશે.

જેમાં કબડ્ડી, બેડમિન્ટન, વોલીબોલ રમતમાં અં-૧૪,૧૭ અને ઓપન એજગૃપ ધરાવતા ખેલાડીઓ (ભાઈઓ/બહેનો) અને શૂટિંગ વોલીબોલ રમતમાં ઓપન એજગૃપ ધરાવતા ખેલાડીઓ (ભાઈઓ) ભાગ લઇ શકાશે. જિલ્લાની સાંસદ સ્પર્ધામાં રસ ધરાવતા ખેલાડી ભાઈઓ/બહેનોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, હિંમતનગર (સાબર સ્ટેડીયમ) ખાતેથી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી તા.૦૭/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ કલાક પહેલા ફોર્મ સહીત ૨ ફોટા, આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલાની નકલ બિડાણ કરી અચૂક જમા કરાવવાના રહેશે. અન્યથા રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહિ. અન્ય વિગત માટે રૂબરૂ કે ટેલીફોનીક જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, હિંમતનગર (સાબર સ્ટેડીયમ) ખાતે સંપર્ક (૦૨૭૭૨-૨૪૦૫૮૧) કરવાનો રહેશે.એમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, હિંમતનગર (સાબર સ્ટેડીયમ)ની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *