શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ન્યૂયોર્કમાં ખોલ્યુ ભારતીય રેસ્ટૉરન્ટ, શું આપ્યુ નામ?
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ન્યૂયોર્કમાં ખોલ્યુ ભારતીય રેસ્ટૉરન્ટ, શું આપ્યુ નામ?
બૉલીવુડની નવી દિલ્હીઃ બૉલીવુડથી હૉલીવુડ સુધી જોરદાર નામના મેળવાનીરી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ હવે એક મોટુ કામ કર્યુ છે. પ્રિયંકાએ હવે બધાને સરપ્રાઇઝ આપતા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક શાનદાર ભારતીય રેસ્ટૉરન્ટ ખોલી દીધુ છે. આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા દ્વારા આપી છે.
પ્રિયંકાએ ન્યૂયોર્કમાં ખોલેલા પોતાના ભારતીય રેસ્ટૉરન્ટની ફેન્સને આપતા એક પૉસ્ટ શેર કરી. પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક એમ ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં પહેલી તસવીર પર સોના (SONA) લખેલુ છે, અને અન્ય બે ઉદઘાટન માટેની પૂજા કરતી તસવીરો છે. (SONA) સોના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભારતીય રેસ્ટૉરન્ટનુ નામ સોના રાખવામાં આવ્યુ છે.
અભિનેત્રી પ્રિયંકાએ પોતાની પૉસ્ટમાં લાંબુ લખાણ લખ્યુ છે, તેને લખ્યું હું તમારી સામે SONAને રિલીઝ કરતા ખુબ રોમાંચિત અનુભવી રહી છુ. ન્યૂયોર્ક સીરીટમાં એક નવી રેસ્ટૉરન્ટ જ્યાં ભારતીય ખાવા માટે મે પ્રેમ ભર્યો છે.
પ્રિયંકા ચોપડાએ પૉસ્ટમાં આગળ લખ્યું- સોના એ ભારતીય જાયકોનુ પ્રતિક છે, જેની સાથે હું મોટી થઇ છું. કિચનનુ સંતુલન કરશે શેફ હરિ નાયક, જે એકદમ ટેલેન્ટેડ છે. જેમને બહુ જ સ્વાદિષ્ટ અને ઇનૉવેટિવ મેનૂ તૈયાર કર્યુ છે. જો તમને મારા દેશના સફર પર લઇ જશે. આ સાથે પ્રિયંકાએ બીજા કેટલાય શબ્દોનો ઉપયોગ કરીને પોતાની રેસ્ટૉરન્ટની વાત કરી છે.