આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

 આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે.

માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે

સાબરકાંઠા જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને પગલે જિલ્લામાં ઉત્સાહભેર તૈયારીઓ 

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના  કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં ઉપસ્થિત રહેશે.

સાબરકાંઠા જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમીક્ષા કરવામાં આવી હતી.

( પ્રતીક ફોટો – જિલ્લા કલેકટર :- હિતેશ કોયા)

માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્ર્મમાં ભાગ લેનાર છે તે બાબતોને ધ્યાને રાખી તમામ બાબતો અંગેની આનુષંગિક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટરશ્રી તથા જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા ઉપસ્થિત અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

આ પ્રસંગે કલેકટરશ્રીએ યુ.જી.વી.સી.એલ વિભાગને વીજપુરવઠા અંગેમાર્ગ અને મકાન વિભાગને મંડપ થતા ટીવી સ્ક્રીન માટેનગરપાલિકાને સફાઇ અંગેપોલીસ વિભાગને ટ્રાફિક નિયમન અંગેપાણી પુરવઠા વિભાગને ઠંડા પાણીની સુવિધા માટેઆરોગ્ય વિભાગને મેડિકલની ટીમ ગોઠવવા અંગેએન.આઇ.સી ઓફિસરોને કાર્યક્રમના લાઇવ પ્રસારણ અંગે તથા માહિતી વિભાગને મિડીયા સાથે સંકલન સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાજિલ્લા પોલસવડાશ્રી વિશાલ વાઘેલાજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.પી.પાટીદાર ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *