કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540
હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ પહેલા મોની અમાવસ્યા રોજ જે રીતે પ્રયાગરાજ માં શ્રદ્ધાળુઓ ખાસ કરીને ગંગા સ્નાન માટે સંગમ ઘાટે પહોંચેલા શ્રદ્ધાળુમાં ધક્કા મૂકી થવાના પરિણામે કમનસીબે 30થી વધારે શ્રદ્ધાળુઓના મોત થવાનો મામલો સમગ્ર ભારત વર્ષમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે! એટલું જ નહીં પરંતુ આ મોત નો આંકડો એ 30 ની પણ 300 નો હોઈ શકે છે…. એવું હજારો લાખો કુંભમેળાના પ્રેમીઓને – લોકોને લાગી રહ્યું છે. આનું કારણ શું હોઈ શકે ??? તે માટે સોશિયલ મીડિયા પર, અનેક youtuber પર અને બીજા મીડિયા ના વિડિયોઝ લોકો જોઈ રહ્યા છે…. આવો જ એક રસપ્રદ વિડિયો ગુજરાતી મીડિયામાં હમણાં મને જોવા મળ્યો! જેનો મેં ભાગ મારી વેબસાઈટના વાચકો માટે મૂક્યો છે!
આ વીડિયોમાં ગુજરાતની સોશિયલ મીડિયા અને youtube ચેનલ ચલાવતી દેવાંશી જોશી અને પોતાની વાત નિર્ભય પણે રજૂ કરનારા શંકરાચાર્ય અવીમુક્તેશ્વરઆનંદ વચ્ચે ખૂબ જ અટપટ સંવાદ છે જે વાચકોએ માનવો જ રહ્યો અને દર્શકોએ જોવો રહ્યો!
સૌજન્ય : જમાવટ મીડિયા (Jamavat youtube channel)