ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ

 ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ

નીરવ જોષી, અમદાવાદ 

શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના સ્વજનોને રૂપિયા ૫૦ હજારની સહાય કરવા આદેશ આપ્યો છે. આ બાબતે હવે ગુજરાત કોંગ્રેસ વધારે આક્રમક બની છે. એ પણ નોંધનીય છે કે મે મહિનાના દસમી તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કોરોના ના ભોગ બનેલા ગુજરાતના દર્દીઓને રૂપિયા ૪ લાખનું વળતર આપવા માટે ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી હતી ત્યારબાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી કોંગ્રેસ covid-19 ન્યાયયાત્રા દરેક જિલ્લામાં કાઢીને કોરોનાના ભોગ બનેલા દર્દીઓનો સાચું આંકડો ભેગો કરી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ એકલા ગુજરાતમાં કોરોના થી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા આશરે ત્રણ લાખ જેટલી પહોંચી જાય છે ત્યારે સરકારી ચોપડે ફક્ત દસ હજાર જેટલા દર્દીઓ નોંધવામાં આવ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

• સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે

• મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

પશુ અને મનુષ્યના મોત પર એક સમાન વળતર જાહેર કરતા ભાજપ સરકારની અસંવેદનશીલતા, વૈશ્વિક મહામારી કોરોનામાં ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા ગુજરાતના નાગરિકોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ૪ લાખ રૂપિયા વળતર ચુકવવાની માંગ કરવામાં આવી કુદરતી આપદામાં ઢોર – પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને માત્ર ૫૦,૦૦૦….!

પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે.  પુરગ્રસ્ત દુધાળા પશુના મૃત્યુ માટે ૫૦,૦૦૦ની સહાય અને બીજી બાજુ કોરોનાના મૃતક માટે ૫૦,૦૦૦ સહાયની વાત ભાજપ સરકાર કરે છે.  ત્યારે ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી શું સાબિત કરવા માંગે છે ? તેનો જવાબ ભાજપ સરકાર આપે.

કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ , દવાઓ,  ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. જવાબદાર કોણ ?

ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. તેમાં ચાલીશ હજાર જેટલા કોરોના મૃતક પરિવારજનોએ માંગણી કરી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે સરકાર કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય કરે.

બીજી તરફ કોરોના મૃતકોનો આંકડો છુપાવવા સરકાર દ્વારા કોરોનામાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ માંગ કરતા જણાવ્યું છે કે,

વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

• સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે.

• સરકારના દબાણ હેઠળ કોરોના થી મૃત્ય થયેલ હોવા છતાં મરણપત્રમાં નોંધવામાં નથી આવેલ તેવા પરિવાર જનોના પુરાવા તપાસી મરણ – પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

હવે ખરેખર તો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનો આદેશ મુજબ વળતર આપવાનું ચાલુ કરશે ત્યારે ગુજરાત સરકાર કોરોના થી મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને કઈ રીતે વળતર ચૂકવશે કારણકે ઘણા બધા કિસ્સાઓમાં ગુજરાત સરકારે પોતાની ઇજ્જત બચાવવા કોરોના થી મૃત્યુ પામેલા દર્દીઓને ખોટા સર્ટીફીકેટ આપ્યા છે એમ દર્દીઓના સ્વજનો કહી રહ્યા છે.

આ મુદ્દે નવા નિમાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને એમની નવી કેબિનેટ મંત્રીઓની બરોબરની કસોટી થવાની છે .

કોરોના થી  ખૂબ જ ખરાબ રીતે ઓક્સિજન વિના ક્રૂર રીતે તડપી તડપીને મૃત્યુ પામેલા આ દર્દીઓના સગાઓ જ્યારે વળતર માટે માંગણી કરશે ત્યારે ગુજરાત સરકારની કોરોનાની બીજી લહેરમાં જુઠા દાવો ચલાવતી સંવેદનશીલ છબી અને સરકારી મેનેજમેન્ટ પણ જનતા સમક્ષ બેનકાબ થશે એ વાત ચોક્કસ છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *