વ્યાપાર

કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

AVS POST Bureau • 2 જુલાઈ 2021, 5:11 PM • 3 મિનિટ વાંચન
શેર કરો:
કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

કોરોનાકાળમાં વિદેશમાં રહેતા કચ્છીઓએ કોથળા ભરીને રૂપિયા કચ્છની બેંકોમાં ઠાલવ્યા, જાણો પાછલા વર્ષોની થાપણ કેટલી હતી અને છેલ્લા બે વર્ષમાં કેટલો થયો વધારો

મેહુલ સોલંકી, કચ્છ : ગુજરાત રાજ્યનો કચ્છ (Kutch) જિલ્લો વિસ્તારની દૃષ્ટીએ લડાખ પછી સૌથી મોટો જિલ્લો છે. અહીંયા આમ તો રણપ્રદેશના કારણે પાણી સહિતની અનેક સમસ્યાઓ છે પરંતુ કચ્છીઓએ આ આફતોને ગણકાર્યા વગર વેપારધંધામાં કાઠું કાઢ્યું છે. દેશમાં મુંબઈ હોય કે વિદેશ કચ્છની ખમીરવંતી પ્રજાએ આર્થિક પ્રગતિમાં હરણફાળ ભરી છે. કચ્છીઓની આર્થિક પ્રગતિનો બોલતો પુરાવો જિલ્લાની બેંકોમાં જમા થતી (Bank Deposits) માતબર થાપણ આપે છે. કચ્છના એનઆરઆઈ (NRI) વિશ્વના કોઈ પણ દેશમાં વસે પરંતુ પોતાના ગામમાં વતનમાં બેંકમાં થાપણ ચોક્કસ જમા કરાવે છે. કચ્છની બેંકોમાં કોરોનાકાળમાં (Coronavirus Times) પણ 3400 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કચ્છીઓની સમૃદ્ધીનું આનાથી વધારે મોટું ઉદાહરણ કોઈ ન હોઈ શકે.

ધંધા રોજગાર માટે કચ્છીઓ વિદેશમાં સ્થાયી થયા છે અને લગ્ન પ્રસંગ, સામાજિક કે, ધાર્મિક પ્રસંગો, તહેવારો ટાંકણે અચુક માદરે વતન આવતા હોય છે. વિદેશમાં ધંધા-રોજગાર થકી મેળવેલી રકમ તેઓ સ્વદેશ અને વતનની એટલે કે કચ્છની બેંકોમાં મુકવાનું વધારે પસંદ કરે છે.

प्रायोजित विज्ञापन (SPONSORED)

સત્તાવાર મળતી વિગતો મુજબ 2016થી લઇને 2019 એટલે કે, ચાર વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની બેંક થાપણો જે રીતે વધી તેના કરતાં કોરોના કાળના બે વર્ષમાં વધુ વધી છે. માર્ચ 2016થી માર્ચ 2021 સુધીની કુલ થાપણની રકમ 67,600 કરોડ થવા જાય છે, જેમાં કોરોના કાળના માત્ર બે જ વર્ષમાં એટલે કે, 2020 અને 2021માં ગત વર્ષોની તુલનાએ 3400 કરોડની થાપણો વધી છે.

કોરોના મહામારીના કારણે વિદેશોમાં પણ 2020માં લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા હતા તો 2021માં પણ બીજી લહેરના કારણે પ્રતિબંધો જારી રહ્યા હતા. કચ્છમાં પણ ધાર્મિક, સામાજિક પ્રસંગો પર રોક લગાવાઇ હતી, જેના કારણે વિદેશથી કચ્છીઓએ માદરે વતન આવવાનું ટાળ્યું હતું.

વિદેશીઓએ ધંધા-રોજગારમાં રોકવા માટે રકમ રાખી હોય અને કોરોનાના કારણે ધંધા-રોજગાર બંધ પડતાં તે રકમ બેંકોમાં મુકી હોય, ધાર્મિક, સામાજિક પ્રસંગો માટે બચત કરી હોય કે, હજુ ત્રીજી લહેરરૂપે કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે સારવાર માટે બચત કરી હોય ગમે તે કારણ હોય પણ અગાઉના 4 વર્ષના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો કોરોના કાળના બે વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની થાપણો વધી છે.

રાજકોટ નાગરિક બેંકના કન્વીનર દિલીપ ત્રિવેદીએ જણાવ્યું કે,અમારી બેંકમાં પણ થાપણનો ગ્રોથ 20 ટકા જેટલો વધ્યો છે વિદેશમાં વસતા પટેલ ચોવીસીના સમાજના લોકો વતનની બેંકમાં થાપણ રાખવાનું વધારે પસંદ કરે છે જેથી જિલ્લાની બેંકોમાં થાપણનો દર વધુ છે આ જ કચ્છીઓની વિશ્વસનીયતાની નિશાની છે.

ત્રિવેદીએ ઉમેર્યુ કે ‘વર્ષોથી આ સમાજના લોકો યુકે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકામાં વેપારઅર્થે વર્ષોથી ગયાં છે, કામ કરી રહ્યા છે. તેમનો વેપાર પણ ખૂબ ચાલે છે. અહીંયા નાના નાના ગામો છે જેમાં પાંચ હજારની વસ્તિ વાળા ગામમાં પણ 5,000 કરોડની થાપણ બેંકમાં જોવા મળે છે. વિશ્વસનીયતાના કારણે પણ આ થાપણો પડી રહે છે.’

ત્રિવેદીએ ઉમેર્યુ, ‘કચ્છમાં જૂની બેંકો જેમ કે બેંક ઓફ બરોડા વગેરે જેની વિદેશમાં બ્રાન્ચ છે ત્યાં વસતા કચ્છીઓ તેના માધ્યમથી ઘણી ડિપોઝિટ જમા કરાવે છે.

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ કારકિર્દી

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]

Nirav Joshi
2 સપ્ટેમ્બર 2023 1 મિનિટ
નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો Uncategorized

નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) મંગળવારના રોજ માન. શ્રી રમણભાઇ વોરા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ઇડર ખાતે નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તથા ધી ગુજરાત સ્ટેટ ફળ અને શાકભાજી સહ. ફેડરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે “નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય વર્ધન” અંગેનો એક દિવસીય પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા શ્રી ડી.એમ.પટેલ […]

Nirav Joshi
14 સપ્ટેમ્બર 2022 2 મિનિટ
શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ ગ્રામિણ સંસ્કૃતિ

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]

Nirav Joshi
27 ઓગસ્ટ 2022 4 મિનિટ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ ગ્રામિણ સંસ્કૃતિ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

સંકલન:  નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com) મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી ‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર […]

Nirav Joshi
22 જુલાઈ 2022 2 મિનિટ

ટિપ્પણીઓ