Uncategorized

નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો

Nirav Joshi • 14 સપ્ટેમ્બર 2022, 5:11 PM • 2 મિનિટ વાંચન
શેર કરો:
નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

મંગળવારના રોજ માન. શ્રી રમણભાઇ વોરા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ઇડર ખાતે નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તથા ધી ગુજરાત સ્ટેટ ફળ અને શાકભાજી સહ. ફેડરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે “નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય વર્ધન” અંગેનો એક દિવસીય પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા શ્રી ડી.એમ.પટેલ નાયબ બાગાયત નિયામક સાબરકાઠાએ પાવર પોઇંટ પ્રેઝંટેશનથી આવેલ તમામ ખેડૂતો તથા વિવિધ સંસ્થાના સામાજીક આગેવાનોને “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પઘ્ઘતિ” તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ તેમજ સરકારશ્રી દ્વારા હાલમાં જાહેરાત કરવામા આવેલ.

प्रायोजित विज्ञापन (SPONSORED)

નવીન યોજનાઓ જેવી કે કોમ્પ્રેહેન્સીવ હોર્ટીકલ્ચર કે જેમાં ખેડુત બે હેકટર કે તેથી કરતા વધુ વિસ્તારમાં ફળપાકોનું વાવેતર કરે તો વાવેતર સબસીડી ઉપરાંત બોરવેલ, પિયત વ્યવસ્થા, ફાર્મ મિકેનાઇઝેશન, સ્ટોરેજ, લેબર રૂમ, વર્મીકમ્પોસ્ટ વગેરેમાં આર્થિક સબસીડી આપવામાં આવશે, તેમજ મધમાખી ઉછેરમાં મંડળીના સભ્યોને વિશેષ લાભ તથા કમલમ / ડ્રેગનફ્રુટના વાવેતરમાં હેકટરે ત્રણ લાખ સુધીની સબસીડીની યોજના અંગે જીણવટભરી માહિતી આપવા આવી. તેમજ આ કાર્યક્ર્મમાં પ્રાક્રુતિક ખેતીના જાણકાર તથા નિકાસકાર શ્રી ભરતભાઇ પટેલ દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાના પાકોના નિકાસ અંગેની શક્યતાઓ બાબતે જાણકારી આપી અને નિકાસ કરવા માટેના જરૂરી બાબતો વિશે ખેડૂતોને સમજાવી અને પ્રાક્રુતિક ખેતી તરફ વળવા જણાવ્યુ. સાબરકાંઠા જિલ્લામાંથી બટાકાની નિકાસ કરવામાં આવે છે. આમ ખેડૂતો ભેગા મળીને એફ.પી.ઓ.ની રચના કરી અને તેમના માધ્યમથી વેપાર કરવાનુ સમજાવામાં આવ્યુ.

 

સદર કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાના અંદાજે ૫૦૦થી વધુ ખેડૂત ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો હતો તથા શ્રી માન. દિપસિહજી રાઠોડ, સાંસદશ્રી સાબરકાંઠા/અરવલ્લી, શ્રી હિતુભાઇ કનોડીયા, ધારાસભ્યશ્રી ઇડર, શ્રી જેઠાભાઇ પટેલ, સા.જી.ખ.વે. સંઘ સાબરકાંઠા, શ્રી જયસિંહ તવંર ઇડર નગરપાલીકા પ્રમુખ, શ્રી અશોકભાઇ પટેલ, ચેરમેન દિવેલા માર્કેટયાર્ડ તેમજ શ્રી સતીશભાઇ પટેલ, ચેરમેન, શાકભાજી તથા ફળ ફેડરેશન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્ર્મની શોભા વધારી હતી.

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં Uncategorized

બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં

રાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર) બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં 6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની […]

Nirav Joshi
18 મે 2026 5 મિનિટ
લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી! Uncategorized

લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

વિરલ રાઠોડ ,( અમદાવાદ) લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી   આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે […]

Nirav Joshi
4 એપ્રિલ 2025 4 મિનિટ
કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો Uncategorized

કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]

Nirav Joshi
21 નવેમ્બર 2024 1 મિનિટ
ડૉ. મનસુખ માંડવિયાએ પેરા-બેડમિન્ટન ટુકડીનું સન્માન કર્યું; અસાધારણ પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી Uncategorized

ડૉ. મનસુખ માંડવિયાએ પેરા-બેડમિન્ટન ટુકડીનું સન્માન કર્યું; અસાધારણ પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી

ભારત 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 20 મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં આગળ વધ્યું ભારતે પાંચ મેડલ સાથે પેરા-બેડમિન્ટનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં ભારતીય પેરા-બેડમિન્ટન ટુકડીને ભારત પરત ફરવા પર તેમનું સન્માન કર્યું હતું. ભારતે પેરા બેડમિન્ટનમાં તેનું અત્યાર […]

AVS POST Bureau
4 સપ્ટેમ્બર 2024 2 મિનિટ

ટિપ્પણીઓ