સાબરકાંઠા મતદાર યાદી સુધારણા ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે, ગવર્નર હિંમતનગરની મુલાકાતે આજે આવશે

 સાબરકાંઠા મતદાર યાદી સુધારણા ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે, ગવર્નર હિંમતનગરની મુલાકાતે આજે આવશે

Avspost.com,  Himatnagar(M-7838880134)

  •  સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા.  થી ૦ એપ્રિલ  સુધી યોજાશે
  • ગુજરાતના ગવર્નર હિંમતનગરની મુલાકાતે, સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સંબોધન કરશે
  • આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાબર ડેરી ખાતે ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ  પરીસંવાદ”  કરશે

          ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૫ એપ્રિલ  ૨૦૨૩ થી તા. ૨૦ એપ્રિલ  ૨૦૨૩ નિયત કરવામાં આવી છે.

        મતદાર યાદીમાં તા. ૦૧/૦૪/૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે  નમુનો—૬,અવસાન પામેલ વ્યક્તિનુ નામ કમી કરાવા, બેવડાયેલ નામ માટે નમુનો-૭, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ અને સ્થળાંતર, ફોટો સુધારવા, પી.ડબલ્યુ. ડી. ફ્લેગીંગ કરવા માટે નમૂનો- ૮માં રજુ કરવાનુ રહેશે.

        ઉપર્યુકત નમુના બુથ લેવલ ઓફિસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકશે તેમજ આ  આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકશે.

         જિલ્લાની તમામ જનતાને અપીલ કરવામાં આવે છે  કે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યકમ દરમિયાન બહોળી સંખ્યામાં ભાગ લઇ મતદારયાદીને   ૧૦૦ % ક્ષતિમુકત  બનાવવામાં આપનો અમુલ્ય ફાળો આપશો એમ જિલ્લા નાયબ ચુંટણી અધિકારી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.


 ગુજરાતના ગવર્નર હિંમતનગરની મુલાકાતે, સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સંબોધન કરશે

 

આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાબર ડેરી ખાતે ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ  પરીસંવાદ”  કરશે

જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેની અધ્યક્ષતામાં  પરીસંવાદને લઇ બેઠક યોજાઈ

માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” યોજાનાર છે. જેના સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી એન.એન.દવેની અધ્યક્ષાતા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આખરી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

 

આજે તા.૬ એપ્રિલ ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૯.૦૦ કલાકે હિંમતનગરની સાબર ડેરી  ખાતે “પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” યોજાશે.જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષ અને હિતાર્થ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સહભાગીદારી કરવા પ્રયત્નશીલ છે તેવાં પ્રગતિશીલ ત્રણ ખેડૂતોનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમ પૂર્વે ગુજરાતનું ઇથનોવેટ યુનિટ પ્લાન્ટનું નિરીક્ષણ કરી ડેરીના સભાગૃહ ખાતે ખેડૂતો સાથે સંવાદ સાધશે. ઉપરાંત સાબરડેરી દ્વારા ઉત્પાદિત “સાબર મધ”નું રાજ્યપાલશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતમંત્રીશ્રી અન્નનાગરિક પુરવઠાસામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમારસાંસદશ્રી દિપસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.


રાજ્યપાલ શ્રીના હસ્તે  હિંમતનગર રેડક્રોસને આઉટ સ્ટેન્ડિંગ રેડક્રોસ ડિસ્ટ્રીક બ્રાન્ચ નું સન્માન મળ્યુ

       સમગ્ર રાજ્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.  ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના શાખાની એજીએમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાબરકાંઠા જિલ્લા શાખા ફરી એકવાર ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ રેડક્રોસ જિલ્લા શાખા માંથી આઉટ સ્ટેન્ડિંગ રેડક્રોસ ડિસ્ટ્રીક બ્રાન્ચ તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સાબરકાંઠા ટીમ વતી ચેરમેનશ્રી ડો. ભુપેન્દ્ર શાહ આ એવોર્ડ લીધો હતો.  આ પ્રસંગે રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને ડો. અનિલ કુમાર નાયક કો-ઓર્ડીનેટર ઉત્તર ગુજરાત ઝોન તેમજ ઉપસ્થિત રહ્યા હતા

    આ એવોર્ડ માટે ચેરમેન શ્રીએ રેડક્રોસની સમગ્ર ટીમનો સ્ટાફનો અને જિલ્લાના રેડક્રોસ સોસાયટીના લાભાર્થી નાગરિકોને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *