રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે ભવ્ય આયોજન

 રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે ભવ્ય આયોજન

નીરવ જોષી ,હિંમતનગર

આજરોજ હિંમતનગર મુકામે – હિંદુ ધર્મ સત્તા મહાકુંભ – ભવ્ય આયોજન કરવા માટે ડી.જી. વણઝારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ અને તેમના કર્મચારીઓની ટીમ દ્વારા સાબરકાંઠાના 12 થી 15 જેટલા મહંતો, સંતો અને મહામંડલેશ્વરોની આમંત્રિત કરીને, બોલાવીને રાજસત્તા સાથે ધર્મસત્તા નું વર્ચસ્વ સ્થાપિત થાય તે હેતુથી નલિની કાન્ત ગાંધી હોલમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

આ કાર્યક્રમમાં સાબરકાંઠાના જાણીતા મહામંડલેશ્વર શાંતિગીરી મહારાજ તેમજ અન્ય જાણીતા સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંતો અને મહંતો એ સમર્થકોને જણાવ્યુ હતું કે આગામી એક ભવ્યાતિભવ્ય હિંદુ ધર્મસત્તાનો અને તેની એકતા દર્શાવતો કાર્યક્રમ 23 12 2020 ના રોજ જગ જનની માં ઉમિયાના દરબારમાં એટલે કે વિશ્વ ઉમિયાધામ, રાજપુર રોડ, વૈષ્ણોદેવી સર્કલ સામે એસ.જી હાઇવે, અમદાવાદ મુકામે સંતોની વિશાળ ઉપસ્થિતિ માં હિંદુ ધર્મ સત્તા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આશરે પાંચથી દસ લાખ હિંદુઓ ભેગા કરવાનું લક્ષ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ૧૦ થી ૧૫ હજાર જેટલાં હિન્દુ સાધુ સંતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગુજરાત તેમજ ભારતભરમાં રાજ્યસત્તા સાથે ધર્મસંસ્થા નું સામ્રાજ્ય સ્થપાય, દેશ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય, તેમજ હિન્દુઓના ધાર્મિક હકો નું સંરક્ષણ થાય તેને વધારે પ્રચંડ વેગ મળે, તે હેતુથી સરકાર સામે તેમની માગણી રજૂ કરવાના છે.

* ગુજરાત અને સાબરકાંઠાના મહત્વપૂર્ણ સમાચાર આપવા સંપર્ક કરો M-9106814540 & 9662412621(WhatsApp)*

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *