પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી. મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય […]
Nirav Joshi
પ્રકાશિત: સોમવાર, 7 નવેમ્બર 2022 | 12:08 AM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)
હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી.
મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પાટીદાર યુવા સ્નેહ મિલનના મુખ્ય ઉદ્દેશ્યો – વ્યસન મુક્તિ, શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન, આધુનિક તેમજ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, વ્યવસાયિક વિકાસ, ગોળ પ્રથા નાબૂદી તેમજ સામાજિક પાટીદાર એકતાની ખાસ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીએ છે કે પાટીદાર યુવાનો પોતાના કારકિર્દી માટે ઘણી વખત સંઘર્ષ કરતા હોય છે. ખેડૂત હોવા છતાં એમની અનેક સમસ્યાઓ પણ છે…સાથે સાથે ઘણા બધા પાટીદારો યુવાનો મોટી ઉંમરે પણ કુવારા જોવા મળી રહ્યા છે. આ બધી પ્રથાઓ જે ગોળ પ્રથા કે અનેક સામાજિક અલગ અલગ વાડાઓ ને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એના સુખદ નિવારણ માટે પણ મંગલ કામના આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. બધા પાટીદાર એક જ છે અને માં ઉમિયાા ના સંતાનો છે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
પાટીદાર સમાજના જાણીતા વક્તાઓ જેવા કે 16 પાટીદાર ગોળના 16 પ્રમુખોએ ઉપસ્થિત યુવાનોને પ્રેરણા આપી હતી તેમજ ઉમિયા પાટીદાર , હિંમતનગરના સૌજન્યના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં આશરે 7 હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે માં ઉમિયાની દિવ્ય આરતી ઉતારી હતી. તેમજ મોબાઈલ ના પ્રકાશ ના દિવ્ય વાતાવરણમાં માં ઉમિયાની આધુનિક આરતી ઉતારીને વાતાવરણને -દિવાળી નિમિત્તે આયોજિત પાટીદાર યુવા મિલન ના આ સુંદર પ્રસંગને ખૂબ જ યાદગાર બનાવી દીધો હતો!!! આ સમગ્ર કાર્યક્રમ બિન રાજકીય હતો તેમ જ સામાજિક ચેતનાને અને વ્યક્તિગત ચેતનાને મા ઉમિયા ની કૃપાથી વધારે નવી સફળતાની ઊંચાઈએ પહોંચાડવાનો એક શુભ પ્રયાસ હતો.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]
Nirav Joshi
13 જુલાઈ 20261 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ