નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી એ ગોપલાણી સાહેબ ની […]

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.
ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી એ ગોપલાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં આજના સ્પેશિયલ દિવસ ની દિવ્યાંગોને શુભકામના પાઠવવામાં આવી હતી.

હિંમતનગર તાલુકાના કુલ 50 દિવ્યાંગોને સાધન સહાય તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા મળતા લાભો ની જાણકારી આપવામાં આવી.

આ પ્રસંગે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ તથા સંસ્થા તરફથી દિવ્યાંગોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ.

આ સંસ્થાને સમગ્ર સાબરકાંઠા તેમજ ગુજરાતના સેવાભાવી લોકો જાણીને એની મુલાકાતે આવતા હોય છે. છેલ્લા 33 વર્ષથી પણ વધુ સમયથી આ સંસ્થા મંદ બુદ્ધિના બાળકોને પોતાના ઘરના સભ્યો જેમ સાચવે છે!

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વહીવટી સંચાલક શ્રી જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.
સંસ્થાની જાત તપાસ અને મુલાકાત લેવા માટે જીતુભાઈ પટેલ નો સંપર્ક નંબર -9998828975
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિઇડર ભાસ્કર ભવન ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ભાસ્કર ભવન, ઈડર ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમા દિલ્હીની ટીમે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ તેમજ રોજિંદી જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેની વિગતવાર તાલીમ આપી હતી. આ તાલીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ અને કૌશલ્યનો વિકાસ થશે.

આ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામી અને
સંસ્થાના ઉપ-પ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાના કાર્ય અને ઉદ્દેશો વિશે પરિચય આપ્યો હતો.

આ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા,સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,સંસ્થાના કારોબારી સભ્ય મયુર ચૌધરી,જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠા કચેરીથી શ્રી કાગ, શિક્ષણ ખાતા સાથે જોડાયેલા કિરીટભાઈ (ઈડર), ગિરીશભાઈ પરમાર (ઈડર),સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ તેમજ વિશિષ્ટ શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]