Featured

જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

Nirav Joshi • 26 ઓગસ્ટ 2021, 7:00 PM • 2 મિનિટ વાંચન
શેર કરો:
જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

નીરવ જોષી, હિંમતનગર

કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી .

શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે?

प्रायोजित विज्ञापन (SPONSORED)

સેવાદળના કાર્યો વિશે આજે પણ ખૂબ જ ઓછા લોકો ગુજરાતમાં જાણે છે કારણકે સેવાદળ કોઈપણ પ્રકારની પબ્લીસીટી કે દેખાડા વિના કાર્ય કરતું તેમજ કોંગ્રેસને શક્તિ પ્રદાન કરતુ એક ઉમદા અને દેશની ઉચ્ચ વિચારધારા તેમજ કોંગ્રેસના અન્ય મહાન નેતાઓના વિચારોનું સંકલન કરતું સંગઠન છે.

 

સેવાદળ શું કાર્ય કરે છે ?

સેવાદળની સ્થાપના ૧૯૨૩માં ડોક્ટર એન એસ હાર્ડીકર સાહેબે એક એવા વિચાર સાથે કે દેશમાં કુદરતી આપત્તિઓ આવે કે પછી માનવ સર્જિત આફતો આવે ત્યારે નિષ્કામ કે નિસ્વાર્થ સેવા માટે આગળ આવનારા સૈનિકોની એક ટુકડી કે સંસ્થા બનાવી જોઈએ. આ હતું સેવાદળ. ભૂતકાળમાં ભૂકંપ, પૂર તેમજ દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો સમયે કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ તેમજ સૈનિકોએ ઉત્તમ સેવાકીય કાર્યો કર્યા હતા.

વરિષ્ઠ કાર્યકર્તા અને પરગજુ ,લાગણીશીલ સ્વભાવના મુકેશભાઈ પટેલ સેવાદળ સાબરકાંઠાના નવા પ્રમુખ બન્યા.

વર્તમાનમાં સાબરકાંઠા સેવાદળના પ્રમુખ તરીકે છેલ્લા બે મહિનાથી મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મુકેશભાઈ પટેલ ઘણા વર્ષોથી કોંગ્રેસ સેવાદળના ના સમર્પિત કાર્યકર્તા કે સૈનિક તરીકે સંગઠનમાં સેવા આપતા રહ્યા છે.

તેમના કહેવા મુજબ આગામી સમયમાં સાબરકાંઠા ના આઠ તાલુકા માંથી દરેક તાલુકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરકાંઠાની ૬ નગરપાલિકાઓ માંથી પણ દરેક નગરપાલિકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર થાય તેઓ તેમનું આયોજન છે.

આ ઉપરાંત તેમનું કહેવું છે કે સાબરકાંઠાના જેટલા તાલુકાઓ તેમજ નગરપાલિકામાં બુથો છે તેમાં દરેક બુથ દીઠ બે સેવાદળના સૈનીકો આગામી કોઈપણ ચૂંટણીઓમાં સેવા આપશે.

આ ઉપરાંત આવી જ રીતે મહિલાઓ માટેના સેવાદળ અને યુવાનો માટેની પણ સેવાદળ – યંગ બ્રિગેડ રચવાની તેમની તૈયારી છે. મુકેશભાઈ એ સાબરકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં સેવા પ્રેમી અને કોંગ્રેસ તરફ લાગણી ધરાવતા કાર્યકર્તાઓ સેવા દળમાં જોડાય અને એની હકારાત્મક તાકાત બને તેવી લાગણી પ્રગટ કરી હતી.

આ સૂચન અમારા ગુજરાતના સેવાદળના પ્રદેશ પ્રમુખ ઋત્વિક ભાઈ મકવાણા સાહેબ 25 તારીખે Zoom online મિટિંગમાં કર્યું હતું, એમ મુકેશભાઈએ ઉમેર્યું હતું.

સંપર્ક :  મુકેશભાઈ પટેલ (સેવાદળ)- 9409225781

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે Featured

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134) નવેમ્બર – ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ મહિનો અને વર્ષના અંતમાં ક્યાં જવું કયા સ્થળે ફરવા જવું એ દરેક ગુજરાતીના મનમાં એના વિચારો અને એનું પ્લાનિંગ નવેમ્બરના દિવાળી પછી શરૂ થઈ જતું હોય છે.  ખાસ કરીને જે લોકો દિવાળી પર ફરવા નથી જઈ શક્યા એમના માટે ઠંડીની સિઝનમાં કોઈ એવા સ્થળે જવું […]

Nirav Joshi
22 નવેમ્બર 2022 3 મિનિટ
કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ? Featured

કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના) પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ? “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે. કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ? ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે […]

Nirav Joshi
4 ફેબ્રુઆરી 2022 5 મિનિટ
નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી Featured

નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી

નીરવ જોષી, હિંમતનગર ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત ખૂબ જ રસપ્રદ, પ્રાસંગિક અને રોચક રહી. સાબરકાંઠામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા અનેક પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોનાનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્રે છુપાયો છે. આ […]

Nirav Joshi
10 ઓગસ્ટ 2021 6 મિનિટ

ટિપ્પણીઓ