રિપોર્ટર : પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા
- નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું
- સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે
- નર્મદા નદીની જળ સપાટી વડોદરા જિલ્લાના 3 તાલુકાને થઈ અસર
- ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા
- પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકો સાથે બેઠક શરૂ કરાઈ
- પૂરના સમયે નદીનો ખેડવા માટે કરવામાં આવી હતી અપીલ
- પાણી વધે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ પર ભરાશે પાણી
છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતુર બની છે અને બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સાથે સાથે તમામ તંત્રની નજર આ ગામોમાં રાખવામાં આવી રહી છે.







