જીવનશૈલી

Doordarshan 1980 ના મહિલા સમાચાર વાચક સરલા મહેશ્વરીએ વિદાય લીધી

Nirav Joshi • 13 ફેબ્રુઆરી 2026, 1:04 AM • 3 મિનિટ વાંચન
શેર કરો:
Doordarshan 1980 ના મહિલા સમાચાર વાચક સરલા મહેશ્વરીએ વિદાય લીધી

કેતન ત્રિવેદી ,( મુંબઈ)

સરલા મહેશ્વરીના અવસાનના સમાચાર દુઃખદ છે. સોશિયલ મીડિયા પર એમને જે રીતે અંજલીઓ મળી રહી છે એ જોતાં જ એમના અવાજનો જાદુ, એમની સમાચાર વાંચનની શૈલી એ સમયે દર્શકોને કેટલી હદે મંત્રમુગ્ધ કરતી હશે એનો અંદાજ આવે છે.

प्रायोजित विज्ञापन (SPONSORED)

થોડા સમય પહેલા દૂરદર્શન અને આકાશવાણીમાં કામ કરી ચૂકેલા ગુજરાતી એન્કરો વિશે એક લેખ લખ્યો હતો, જે અંતર્ગત સરલાબહેનને દિલ્હીમાં મળવાનું થયેલું. એ લેખમાં સરલાબહેન વિશે જે લખ્યું હતું એના અંશો:

સરલા મહેશ્વરી મૂળ સુરતના. પિયરમાં એમની અટક જરીવાલા. પિતાજી દિલ્હીમાં વેપારી હતા એટલે જન્મ-ઉછેર-ભણતર બધું જ દિલ્હીમાં થયું. દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી વિષય સાથે માસ્ટર્સ અને ડોક્ટરેટ કર્યું, પણ સાથે ડો. ચંદ્રકાન્ત મહેતા જેવા વિદ્વાન શિક્ષક પાસે ગુજરાતી ભણવાની ય તક મળી. ભણવાનું પૂરું કર્યા પછી પાંચેક વર્ષ દૂરદર્શનમાં એન્કર અને કોલેજમાં લેક્ચરર એમ બે જોબ સાથે કરી.

દરમ્યાન, લંડનસ્થિત ડો. પવન મહેશ્વરી સાથે લગ્ન થયાં એટલે 1984માં લંડન ગયા. લંડનમાં બીબીસી પર એશિયન મેગેઝીન નામનો કાર્યક્રમ આવતો. એમાં એન્કર તરીકે કામ કર્યું. 1986માં પતિ સાથે લંડનથી કાયમ માટે દિલ્હી પાછા ફર્યા એટલે 1988માં ફરીથી દૂરદર્શન સાથે ન્યુઝ રિડર તરીકે જોડાયા અને છેક 2005 સુધી એ ડીડીનો એક જાણીતો ચહેરો બની રહ્યાં.

એ સમયે એમને અઢળક પત્રો આવતા. કેટલાકમાં વખાણ હોય તો કેટલાકમાં અભદ્ર ભાષા ય હોય. એક પત્રમાં તો ગાંડાઘેલા દર્શકે એમને લખેલુઃ ‘આપકે ચહેરે કા તિલ હટવાઇયે, ઐસે લગતા હૈ જૈસે મખ્ખી બૈઠી હૈ!’ સરલાબહેન કહે છે કે, ‘આવા પત્રો વાંચીને અમે મેકઅપ રૂમમાં બેઠાં બેઠાં ખૂબ હસતાં.’

ટૂંકમાં, આજે જે કામ ફેસબુક-ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ્સ કરે છે (ગાલીગલોચ અને અભદ્ર ભાષામાં ટીકા કરવાનું) એ કામ એ જમાનામાં પત્રો દ્વારા થતું!

વળી, દૂરદર્શન તો સરકારી માધ્યમ એટલે બોલવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે. બોલવાની ક્યાં કરો છો, સરલાબહેન કહે છે કે મહિલા ન્યુઝ રિડરે તો કપડાં અને મક-અપમાં પણ ખૂબ ધ્યાન રાખવું પડતું. આજે તો ટીવી ચેનલ્સમાં ક્રાઇમને લગતા શોમાં એન્કર પોતે ખૂંખાર અપરાધી હોય એવા વેશમાં આવે છે, પણ એ સમયે ડીડીમાં મહિલા એન્કર્સ માટે સાડી જ ફરજિયાત હતી. વેસ્ટર્ન પરિધાનની ય મનાઇ. આ બધામાં સહેજ ચૂક થાય તો મેમો મળે.

,

સરલાબહેન કહે છેઃ ‘અમે ભૂલો કરતાં કરતાં ઘણું શીખ્યા. કેમેરાએ ઘણું શીખવાડ્યું. શરૂઆતમાં તો ક્યાંક લાઇન વાંચવાની ભૂલાઇ જાય કે ચાલુ કેમેરાએ માથું આડુંઅવળું થઇ જાય અને ફ્રેમ બગડી જાય એવું ય બનતું, પણ કામ કરતા ગયા અને શીખતા ગયા.’

સરલા મહેશ્વરીને ટીવીમાં જોનાર એક પિતાએ લંડનથી એમને પત્ર લખેલો કેઃ હું મારી ત્રણેય દીકરીને તમારું ઉદાહરણ આપીને સમજાવું છું કે કેવી રીતે વસ્ત્રો પહેરાય, કેવી રીતે વાતચીત કરાય વગેરે…

સમાચાર વાચક તરીકેના 23 વર્ષમાં સરલાબહેને અનેક મહત્વના ન્યુઝ વાંચ્યા છે. રાજીવ ગાંધીની હત્યાના સૌ પ્રથમ ન્યુઝ એમણે જ વાંચેલા. 15 ઓગસ્ટ, 1982ના રોજ ડીડીનું પહેલું કલરફૂલ બુલેટીન પણ એમણે જ વાંચેલું.

ઓમ શાંતિ શાંતિ શાંતિ

Rest in peace, Saralabahen.

( લેખક જાણીતા ગુજરાતી મેગેઝીન- ચિત્રલેખા ના તંત્રી અને સંપાદક છે)

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક ગ્રામિણ સંસ્કૃતિ

ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક

સંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]

Nirav Joshi
2 ઓક્ટોબર 2026 4 મિનિટ
હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન ગ્રામિણ સંસ્કૃતિ

હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]

Nirav Joshi
25 સપ્ટેમ્બર 2026 2 મિનિટ
ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે જીવનશૈલી

ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]

Nirav Joshi
16 સપ્ટેમ્બર 2026 3 મિનિટ
પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જન્મદિવસની યાદગાર ઉજવણી ગ્રામિણ સંસ્કૃતિ

પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જન્મદિવસની યાદગાર ઉજવણી

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]

Nirav Joshi
2 સપ્ટેમ્બર 2026 3 મિનિટ

ટિપ્પણીઓ