રાજ્ય

રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય સંમેલનમાં આયોજન

AVS POST Bureau • 25 ઓક્ટોબર 2023, 6:59 PM • 2 મિનિટ વાંચન
શેર કરો:
રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય સંમેલનમાં આયોજન

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (25 ઓક્ટોબર, 2023) રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય બેઠકને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ધર્મ આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ સંજોગોમાં રાહત, આશા અને શક્તિ પ્રદાન કરે છે. પ્રાર્થના અને ધ્યાન મનુષ્યને આંતરિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતાનો અનુભવ કરવામાં મદદ કરે છે. પરંતુ શાંતિ, પ્રેમ, પવિત્રતા અને સત્ય જેવા મૂળભૂત આધ્યાત્મિક મૂલ્યો જ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ મૂલ્યોથી વંચિત ધાર્મિક પ્રથાઓ આપણને લાભ આપી શકતી નથી. સમાજમાં શાંતિ અને સદભાવનાને પ્રોત્સાહન આપવા માટે સહિષ્ણુતા, એકબીજા પ્રત્યે આદર અને સંવાદિતાનું મહત્વ સમજવું જરૂરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક માનવ આત્મા સ્નેહ અને આદરને પાત્ર છે. પોતાની જાતને ઓળખવી, હાર્દરૂપ આધ્યાત્મિક ગુણો અનુસાર જીવન જીવવું અને ઈશ્વર સાથે આધ્યાત્મિક સંબંધ રાખવો એ સાંપ્રદાયિક સુમેળ અને ભાવનાત્મક એકતા માટેનું સ્વાભાવિક સાધન છે.

प्रायोजित विज्ञापन (SPONSORED)

રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રેમ અને કરુણા વિના માનવતા ટકી શકે નહીં. જ્યારે વિવિધ ધર્મના લોકો સુમેળમાં સાથે રહે છે, ત્યારે સમાજ અને દેશનો સામાજિક તાણાવાણા વધુ મજબૂત બને છે. આ તાકાત દેશની એકતાને વધુ મજબૂત કરે છે અને તેને પ્રગતિના પથ પર લઈ જાય છે. તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવાનું અમારું લક્ષ્ય હોવાથી, આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં દરેકનો સહકાર જરૂરી રહેશે.

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 95 પીસી માટે 2963 નામાંકન ફોર્મ ભરાયા મહત્વના સમાચાર

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 95 પીસી માટે 2963 નામાંકન ફોર્મ ભરાયા

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1351 ઉમેદવારો ચૂંટણી લડશે Loksabha Election 2024:લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1351 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) પીસીમાં સ્થગિત થયેલી ચૂંટણી માટે ચૂંટણી લડી રહેલા 8 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સુરત પીસીમાંથી એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તમામ […]

AVS POST Bureau
23 એપ્રિલ 2024 2 મિનિટ
કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે? Uncategorized

કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Source – Internet સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે […]

Nirav Joshi
21 ઓગસ્ટ 2023 9 મિનિટ
મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ ગ્રામિણ સંસ્કૃતિ

મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos) (M-7838880134/9106814540) છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત […]

Nirav Joshi
1 એપ્રિલ 2023 3 મિનિટ
વિધાનસભામાં કેવી રહી કૃષિ મંત્રી રાઘવજી પટેલની કામગીરી? જીવનશૈલી

વિધાનસભામાં કેવી રહી કૃષિ મંત્રી રાઘવજી પટેલની કામગીરી?

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે …ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ભાજપ સરકારમાં રહેલા કૃષિ મંત્રી-રાઘવજી પટેલે ખેડૂતો માટે તેમજ અન્ય સંલગ્ન વિભાગો માટે કેવા પગલાં લીધા છે… તે છેલ્લા 12 દિવસમાં નીચે મુજબની જાહેરાતોની સ્પષ્ટ થશે… એટલું જ નહીં વિધાનસભામાં સમય સમય પર ખેડૂતો માટે ઊભા થયેલા […]

Nirav Joshi
13 માર્ચ 2023 8 મિનિટ

ટિપ્પણીઓ