નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સાબરકાંઠાના ગૌરવંતા ક્ષણે દસ વરસ સંસદસભ્ય રહેલા ભાજપના ભૂતપૂર્વક સાંસદ દિપસિંહ રાઠોડ અને અન્ય કેટલાક ભાજપના વરિષ્ઠ માજી ધારાસભ્ય આવા શુભ પ્રસંગે ગેરહાજર રહ્યા! સોમવારે બપોરે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રેલ્વે સ્ટેશન […]

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ
હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સાબરકાંઠાના ગૌરવંતા ક્ષણે દસ વરસ સંસદસભ્ય રહેલા ભાજપના ભૂતપૂર્વક સાંસદ દિપસિંહ રાઠોડ અને અન્ય કેટલાક ભાજપના વરિષ્ઠ માજી ધારાસભ્ય આવા શુભ પ્રસંગે ગેરહાજર રહ્યા!
સોમવારે બપોરે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાના હસ્તે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, ઉદયપુર – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસને હવે હિંમતનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારના લોકો હવે માત્ર ગણતરીના કલાકોમાં અમદાવાદ અથવા ઉદયપુર પહોંચી શકશે.

અમદાવાદ અને રાજસ્થાન સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળતા સ્થાનિક વેપાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે. “આ સ્ટોપેજ માત્ર એક ટ્રેન ઊભી રાખવાનો નિર્ણય નથી, પરંતુ હિંમતનગરના વિકાસ માટેનો એક નવો માઈલસ્ટોન છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓ માટે અમદાવાદ જવું હવે વધુ સુલભ અને આરામદાયક બનશે.”

આ અવસરે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, મુખ્ય પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, રેલવે વિભાગના અધિકારીશ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]