લેખક – આલેખન: રાજેન્દ્ર જોશી
શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા!
લેખક – આલેખન: રાજેન્દ્ર જોશી શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા! .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી, કમરમાં બાંસુરી ખોસી તૈયાર કર્યા છે. કેમ કે આજે કન્હૈયાને પ્રથમ વખત ગાયો ચરાવવા મોકલવાનુ […]

લેખક – આલેખન: રાજેન્દ્ર જોશી
શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા!
.*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી, કમરમાં બાંસુરી ખોસી તૈયાર કર્યા છે. કેમ કે આજે કન્હૈયાને પ્રથમ વખત ગાયો ચરાવવા મોકલવાનુ મુહુરત છે જેને મહર્ષિ શાંડિલ્યજીએ કાઢી આપ્યું છે.

*શૃંગાર કરી યશોદાજીએ બલરામજી અને સુદામા સખાને બોલાવી શિખામણ દીધી કે “ જો જો હો…!!! તમે બંને સમજદાર છો…!!! લાલો કન્હૈયો કયાંક વનમાં આડો—અવળો ન થાય…!!! ચંચલr છે તેથી તેની પુરી સંભાળ રાખજો,…!!! ગાયોને કેમ ચરાવાય તે બધું શીખવાડજો…!!! આજે એનો પહેલો દિવસ છે. એને એક ઘડી પણ એકલો મુકશો નહી અને સાથેને સાથે જ રહેજો. સાંજે વેળાસરr ઘર ભેગા થઇ જજો. મોડુ કરશો નહીં”.
.*વનમાં આવતા ગાયો સારૂં ઘાસ જોઇને વીખરાઇ ગઇ. લાલા કન્હૈયાના વેણુનો નાદ સાંભળી ગાયો ઉંચો કાન કરીને પ્રભુ પાસે આવીને ઊભી રહી ગઇ. ગાયો હવે આસપાસમાં ચરતી હતી. આનંદ પ્રમોદ કરતા સાંજ પડવા આવી. ગાયોની પાછળ બંસી બજાવતાંr ઘેર પહોંચ્યા ત્યાં માતાજી આરતીનો થાળ લઇને ઉભા હતા. આરતી ઉતારી લાલાનું મુખ જોયું. પુછવા લાગ્યા “લાલા…!!! વનમાં શ્રમ તો પડયો નથી ને?” ત્યારે એકી સાથે બધા ગ્વાલબાલો બોલવા માંડયા “મૈયા…!!! લાલા ને ગાયો ચરાવતા આવડે છે.” કન્હૈયાએ મીઠી વાણીથી મૈયાને વનની બધી વાત કરી. માતાજી અતિ આંનદમાં આવી લાલાને ગોદમાં લઇ વ્રજ રજ ભરાયેલું શ્રીઅંગ હાથથી સાફ કરવા લાગ્યા!!!
.*આ પ્રકારની પ્રથમ ગોચરણલીલા એટલે આજની ગોપાષ્ટમી.
… રાજેન્દ્ર જોશી
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]