નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)
વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત.
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત. કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ […]

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)
વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત.
કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં યુવક-યુવતીઓને આ તાલીમ શિબિરમાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓની અરજી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે મોકલી આપવા રમત ગમત વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
————————————————————————–
કલામહાકુંભ – ૨૦૨૨ અંગેની સાબરકાંઠા જિલ્લાના કલાકારો માટે મહત્વપૂર્ણ જાણકારી
રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિક માં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજાશે.
રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આ વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૨માં તાલુકાકક્ષાની ઇવેન્ટ તા.૧૯થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૨, જિલ્લાકક્ષાની ઇવેન્ટ તા.૦૨ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન વિવિધ ચાર વયજૂથ ની સાહિત્ય, કલા, નૃત્ય અને ગાયન વિભાગમાં વકતૃત્વ, નિબંધ લેખન,કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કૂલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા એમ કુલ-૩૭ ઇવેન્ટોની સ્પર્ધાઓનું આયોજન ૦૬ થી ૧૪, ૧૫ થી ૨૦ અને ૨૧ થી ૫૯ વયગૃપમાં કરવામાં આવશે.
ભાગ લેવા ઇચ્છુક કલાકાર પ્રવેશપત્ર જિલ્લા રમતગમત કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ સબ જેલ પાસે ,હિંમતનગર સાબરકાંઠા ખાતેથી મેળવી તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી પરત કરવાના રહેશે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]