નીરવ જોષી, હિંમતનગર આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ […]
Nirav Joshi
પ્રકાશિત: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 | 11:06 PM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નીરવ જોષી, હિંમતનગર
આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ જેવો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં આ રોડ ને ફરીથી બનાવવા માટે ભાજપ શાસિત નગરપાલિકામાં ફરી એક વખત ૨.૨૦ કરોડ ના ખર્ચે ટેન્ડર જાહેર કર્યા સિવાય કંપનીને રૂપિયા ફાળવીને કામ પણ ચાલુ કરી દેવાયું છે!!!
આ અંગે વિપક્ષની ભૂમિકામાં રહેલી કોંગ્રેસે પ્રજાજનોની પડતી હાલાકી અને વેદના ને તેમ જ ભ્રષ્ટાચાર સામે આક્રોશ ને વાચા આપતો આજે કાર્યક્રમ આપ્યો હતો
તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ને ભ્રષ્ટાચારી ભાજપના નગરપાલિકામાં અસહનીય તેમજ ભ્રષ્ટાચારી કરતૂતો સામે પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું. આ બાબત અંગે સમગ્ર વિગતે હિંમતનગર પાલિકાના વિપક્ષી નેતા ઇમરાન બાદશાહ સાથે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી. તેમનું કહેવું હતું કે કોઈપણ ભોગે ટેન્ડર બહાર પાડ્યા સિવાય દોઢ વર્ષ પહેલાં બનેલા રોડ અને તેની બિસ્માર હાલત અંગે સઘન તપાસ થવી જોઇએ. રોડને ખરાબ ગુણવત્તાવાળા મટીરીયલ થી બનાવનારા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. જે કંપનીએ 2019 માં ખરાબ રસ્તો બનાવ્યો છે તેના 17 લાખ ડિપોઝિટ જપ્ત કરીને નગરપાલિકા શું સાબિત કરવા માંગે છે ? એના સિવાય બીજા જવાબદાર નગરપાલિકા મુખ્ય ઇજનેર તેમજ અન્યની ભૂમિકાની તપાસ ન થવી જોઈએ??? હિંમતનગર ની જનતા ટેક્સના રૂપિયાનો આવો ખરાબ દુર ઉપયોગ શા માટે થઈ રહ્યો છે ?ફરીથી અઢી કરોડનું આંધણ કરવાનું છે? જવાબદારો સામે પગલાં ન લઇને નગરપાલિકા ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહી છે.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
Nirav Joshi
2 સપ્ટેમ્બર 20264 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ