નીરવ જોષી, હિંમતનગર
(joshinirav1607 @gmail.com)
નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી […]

નીરવ જોષી, હિંમતનગર
(joshinirav1607 @gmail.com)
રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં આઝાદી ગૌરવ યાત્રા નું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આઝાદી ગૌરવ યાત્રા ની આગેવાની લઇ રહેલા સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ નું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સેવાદળના કાર્યકરો અને અન્ય કોંગ્રેસના કાર્યકરો થી શરૂ થયેલી આઝાદી ગૌરવયાત્રા ને ખૂબ ઉત્સાહભેર ફૂલો વરસાવીને, રાષ્ટ્રીય ઝંડો ફરકાવીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દેજરોટા ગામ પાસે આવેલી હોટેલમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.
આ યાત્રા આવતીકાલે એટલે કે સોમવારે હિંમતનગરમાં ફરીને વકતાપુર મુકામે જશે અને દોઢ મહિનામાં પેદલ યાત્રા કરીને કાર્યકરો આઝાદી ગૌરવયાત્રા ને રાજઘાટ દિલ્હી ખાતે પહોંચાડશે. આઝાદી ગૌરવ યાત્રા નો ઉદ્દેશ્ય લોકોમાં કોંગ્રેસ કાર્ય અંગે જાગૃતિ લાવવાનું છે. મહાત્મા ગાંધી અને આઝાદીના ચળવળ માટે બલિદાન આપનારા ઓને યાદ કરીને તેમના નૈતિક મૂલ્યોને ભારતીયોને યાદ કરાવવાનું છે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]