દિવસ વિશેષ

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

Nirav Joshi • 26 માર્ચ 2023, 10:25 AM • 2 મિનિટ વાંચન
શેર કરો:
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે.

માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે

प्रायोजित विज्ञापन (SPONSORED)

સાબરકાંઠા જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને પગલે જિલ્લામાં ઉત્સાહભેર તૈયારીઓ 

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના  કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં ઉપસ્થિત રહેશે.

સાબરકાંઠા જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમીક્ષા કરવામાં આવી હતી.

( પ્રતીક ફોટો – જિલ્લા કલેકટર :- હિતેશ કોયા)

માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્ર્મમાં ભાગ લેનાર છે તે બાબતોને ધ્યાને રાખી તમામ બાબતો અંગેની આનુષંગિક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટરશ્રી તથા જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા ઉપસ્થિત અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

આ પ્રસંગે કલેકટરશ્રીએ યુ.જી.વી.સી.એલ વિભાગને વીજપુરવઠા અંગે, માર્ગ અને મકાન વિભાગને મંડપ થતા ટીવી સ્ક્રીન માટે, નગરપાલિકાને સફાઇ અંગે, પોલીસ વિભાગને ટ્રાફિક નિયમન અંગે, પાણી પુરવઠા વિભાગને ઠંડા પાણીની સુવિધા માટે, આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ ગોઠવવા અંગે, એન.આઇ.સી ઓફિસરોને કાર્યક્રમના લાઇવ પ્રસારણ અંગે તથા માહિતી વિભાગને મિડીયા સાથે સંકલન સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા પોલસવડાશ્રી વિશાલ વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.પી.પાટીદાર ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક ગ્રામિણ સંસ્કૃતિ

ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક

સંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]

Nirav Joshi
2 ઓક્ટોબર 2026 4 મિનિટ
હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન ગ્રામિણ સંસ્કૃતિ

હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]

Nirav Joshi
25 સપ્ટેમ્બર 2026 2 મિનિટ
ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે જીવનશૈલી

ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]

Nirav Joshi
16 સપ્ટેમ્બર 2026 3 મિનિટ
પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જન્મદિવસની યાદગાર ઉજવણી ગ્રામિણ સંસ્કૃતિ

પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જન્મદિવસની યાદગાર ઉજવણી

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]

Nirav Joshi
2 સપ્ટેમ્બર 2026 3 મિનિટ

ટિપ્પણીઓ