નીરવ જોશી ,ગાંધીનગર
- સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
- નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
- સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે
- ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી
કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.






