નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540)
હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ હાથ ધરાયું હતું. એ અંતર્ગત મંદિરના સ્વયંભૂ શિવલિંગ ભોલેશ્વર મહાદેવ સિવાયના બીજા કેટલાક મૂર્તિઓ જેમાં ઉમા પાર્વતી ની મૂર્તિ અને નવગ્રહ ના સ્વરૂપોની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ સોમવારે થઈ હતી.

તારીખ 19 એપ્રિલ શરૂ થયેલા પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોલેશ્વર મંદિર સાથે સંકળાયેલા ભાવિક ભક્તોએ ટ્રસ્ટીગણ તેમજ સન્યાસી મહાત્માઓએ ઉત્સાહભેર રુદ્ર યજ્ઞ તેમજ અન્ય યજ્ઞ હવન કરીને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 એપ્રિલ સોમવારના દિવસે સંપન્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો હવનમાં બેઠા હતા ભગવાન મહાદેવના રુદ્ર હવનમાં આશરે 25 જેટલા કુટુંબો ત્રણ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવ આરાધના કરી હતી.


ભોલેશ્વરના પ્રાંગણમાં નિર્માણ થઈ રહ્યો છે વાનપ્રસ્થાશ્રમ.
થોડાક મહિનાઓ કે વર્ષ પછી ભોલેશ્વરમાં વાનપ્રસ્થાશ્રમ પણ નિર્માણ થઈ રહ્યો છે. આપણા વૈદિક ધર્મ પ્રમાણે હિન્દુ પુરુષના જીવનના 50 વર્ષ વટાવ્યા પછી ત્રીજો આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય છે! તો આ વાનપ્રસ્થાશ્રમ માટે એક મોટો હોલ ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નિર્માણ કરવામાં આવી રહ્યો છે , જેમાં વડીલો અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશનારા લોકો ત્યાં રહી શકશે તેવી રૂમો પણ નિર્માણ થઈ રહી છે.

તમે ભોલેશ્વર જાઓ તો અચૂક એની બાજુમાં આવેલા આ હોલની મુલાકાત લેજો. નગરપાલિકાના નવ વોર્ડના કોર્પોરેટર જીગ્નેશ પટેલ જ આ હોલનું નિર્માણ કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે આ માહિતી આ મહોત્સવ દરમિયાન આપી હતી.😀⚘⚘⚘.*
**** જરણેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણ ભારતી જી એ પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિન ભોલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તોને આશીર્વાદ આપ્યા.****
* *ભગવાનને સમર્પિત સંતોની હર કોઈ ચેષ્ટા ભગવાનના આશીર્વાદ રૂપ હોય છે!*