1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

 1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com 

આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ થવા માટે કેમ્પ યોજીને, તેમનું લિસ્ટ બનાવીને આજરોજ તેમને 22 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1,215 જેટલા દિવ્યાંગોને લાભાનવિત કરવા માટે અનોખો દિવ્યાંગ સહાયતા મેળો કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે કેન્દ્રીયમંત્રીશ્રી ડૉ. વીરેન્દ્ર કુમારની અધ્યક્ષતમાં દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

કુલ ૧૨૧૫ લાભાર્થીઓને રૂ.૧.૨૮ કરોડના  રર પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરાયું

 દિવ્યાંગ લોકોમાં અપાર શક્તિ સાથે કૌશલ્ય છુપાયેલુ હોય છે. આ પ્રતિભાને બહાર લાવવા સૌએ પ્રયત્નો કરવા જોઈએ – કેન્દ્રીયમંત્રીશ્રી ડૉ. વીરેન્દ્ર કુમાર

સાબરકાંઠા જિલ્લામાં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર  ડૉ. વીરેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં  હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા  ખાતે   નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો.સમગ્ર દેશના 20 સ્થળો ઉપર નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની એડીપ યોજના હેઠળ ભારતીય કૃત્રીમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો)ભારત સરકારનું સાર્જનિક ક્ષેત્રનું સાહસ છે. જે દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગો અને દિવ્યાંગતામાં સહાયક બને તેવા સાધનોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે.


સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં એલીમ્કો અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કૂલ ૧૫ મૂલ્યાંકન કેમ્પો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુલ ૩૦૪૭ દિવ્યાંગજનો હાજર રહ્યા હતા. તેમની દિવ્યાંગતા પ્રમાણે  વિવિધ સાધન સહાય મંજુર કરવામાં આવ્યા હતા. જે માટેનો વિતરણ કેમ્પ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી વીરેન્દ્રકુમારે જિલ્લાવાસીઓને કેમ છો.. મજામાં છો… કહી સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસમાં તમામ વર્ગોનો સહિયારો સાથ રહ્યો છે. દિવ્યાંગ લોકોમાં અપાર શક્તિ સાથે કૌશલ્ય છુપાયેલુ હોય છે. આ શક્તિને બહાર લાવવા સૌ કોઈએ સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ. નવીન સાધન સહાય દિવ્યાંગજનોની દિવ્યાંગતામાં મદદરૂપ સાબિત થશે. આ સાધન સહાય થકી દિવ્યાંગજનો આત્મ સ્વાવલંબી બન્યા છે. આત્મનિર્ભર દિવ્યાંગજન થકી સમાજ સાથે દેશ પણ આત્મનિર્ભર બન્યો છે.


વધુમાં તેમને ઉમેર્યું હતું કે સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના સામાજિક-આર્થિક પરિવર્તન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, ભારત સરકાર સાર્વત્રિક સુલભતા માટે મોટા પાયે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે.સુલભ ભૌતિક વાતાવરણ, પરિવહન, માહિતી અને સંચાર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. અને હાજર રહેલા દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કેમ્પ આગામી 30 નવેમ્બર સુધી જિલ્લાના કુલ ૬ તાલુકાના વિવિધ સ્થળોએ વિતરણ કાર્યક્રમ યોજાશે. સમગ્ર જિલ્લાના ૩૦૪૭ લાભાર્થીઓને કુલ રૂ.૩.૪૭ કરોડની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ ૧૨૧૫ લાભાર્થીઓને રૂ.૧.૨૮ કરોડના  રર પ્રકાર વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા અને જી.એમ.ઇ.આર.એસ હોસ્પીટલ દ્વારા જે દિવ્યાંગજનો પાસે દિવ્યાંગતા અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્ર નથી તેમને  સ્થળ પર પ્રમાણપત્ર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનું મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ,ઇલેક્ટ્રીક મોટર સાઇકલ,મોબાઇલ ફોન વગેરે વિવિધ 22 પ્રકારના સાધન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી ઝાલા, અગ્રણી કુ. કૌશલ્ય કુંવરબા, અગ્રણી કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ  ચૌધરી,  પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મહેશભાઈ પટેલ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *