ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે!
ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સવારે કાર્યક્રમમાં કોંગ્રેસ અલગ અલગ ટેબલનો સંવાદ કરવા માગતી હતી, પરંતુ ત્રણ કલાકના કાર્યક્રમમાં વધારે પડતા નેતાઓના જ ભાષણ થયા હતા.
કાર્યક્રમ 4 કલાક જેટલો ચાલ્યો હતો એટલું જ નહીં કાર્યકર્તાઓને સાંભળવાની કે મજબૂત સંવાદ કરવાની તસ્દી પણ નેતાઓ લીધી નહોતી અને સતત તેમને તેમની જરી પુરાણી ચૂંટણીલક્ષી વાતો કરીને લોકસભા માં તુષારભાઈ ને સાબરકાંટા સીટ પરથી જીતાડવા માટે પ્રચારમાં ચૂંટણીમાં જોડાઈ જવા અપીલ કરી હતી.