સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

 સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતાખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા

વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં ગુરૂવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઇ હતી. સાબરકાંઠા જેમાં સાબરકાંઠા જિલ્‍લાના ૧૩૨૩ મતદાન મથકો પર કુલ ૧૧,૧૦,૦૩૧મતદારો પૈકી ૭,૯૨,૮૫૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૭૧.૪૩ ટકા મતદાન નોધાવ્યું હતું

સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ હિંમતનગર, ઇડર,  ખેડબ્રહ્મા અને પ્રાંતિજ બેઠકની મતગણતરી સવારે ૮ કલાકે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલ મતગણતરીમાં હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજેતા થઇ હતી જયારે ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો હતો. જેમાં હિંમતનગર બેઠક પર ૨૪૫૬, ઇડરમાં ૩૫૬૮ ખેડબ્રહ્મામાં ૭૩૩૧ અને પ્રાંતિજમાં ૩૧૧૪ મતદારોએ નોટા (NOTA)માં મતદાન કર્યુ હતું.

૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
કમલેશભાઇ જ્યંતિભાઇ પટેલ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૮૯૯૩૨  
પરમાર અનિલકુમાર રમણલાલ બહુજન સમાજ પાર્ટી ૧૧૮૧  
વિરેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટી ૯૮૭૯૨ વિજેતા
નિર્મળસિંહ અજબસિંહ પરમાર આમ આદમી પાર્ટી ૧૦૦૧૧  
પઠાણ ઉસ્માનગની મહમદખાન અપક્ષ ૩૧૬  
સંઘાણી સલમાનખાન મુસ્તાકભાઇ અપક્ષ ૩૨૭  
સંઘાણી સિકંદરભાઇ મુસ્તાકભાઇ અપક્ષ ૭૩૬  
સોલંકી મગનભાઇ લખાભાઇ અપક્ષ ૫૭૯  
નોટા   ૨૪૫૬  
                 ૨૮-ઇડર (અ.જા) વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારોના નામ

 

ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
રમણલાલ ઇશ્વરલાલ વોરા ભારતીય જનતા પાર્ટી ૧૧૩૯૨૧ વિજેતા
રામાભાઇ વિરચંદભાઇ સોલંકી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૭૪૪૮૧  
જ્યંતીભાઇ પ્રણામી આમ આદમી પાર્ટી ૧૪૫૬૮  
નોટા ૩૫૬૮  

 

૨૯- ખેડબ્રહ્મા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટી ૬૫૬૮૫  
ડોતુષાર અમરસિંહ ચૌધરી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૬૭૩૪૯ વિજેતા
ગામેતી બીપીનચંદ્ર રુપસીભાઇ આમ આદમી પાર્ટી ૫૫૫૯૦  
ડાભી સવજીભાઇ લખમાભાઇ ભારતીય જન પરીષદ ૨૧૮૮  
પાંડોર રવજીભાઇ વેલજીભાઇ ભારતીય ટ્રાયબલ પાર્ટી ૧૫૩૯  
રોબિન્સનભાઇ સીમોનભાઇ ચૌહાણ લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી ૬૯૩  
પરમાર રાકેશકુમાર બાબુભાઇ અપક્ષ ૧૩૨૧  
રમેશકુમાર રામજીભાઇ મોડિયા અપક્ષ ૧૮૮૬  
શાંતિલાલ અસારી અપક્ષ ૨૫૯૨  
  નોટા ૭૩૩૧  

 

33-પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી ૧૦૫૩૨૪ વિજેતા
બહેચરસિંહ હરીસિંહ રાઠોડ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૪૦૭૦૨  
અલ્પેશકુમાર નરેશભાઇ પટેલ આમ આદમી પાર્ટી ૩૨૧૩૯  
જ્યોતિબેન અશોકભાઇ રાઠોડ રાઇટ ટુ રીકોલ પાર્ટી ૬૨૧  
ચૌહાણ વિજયસિંહ કરણસિંહ અપક્ષ ૧૦૧૮  
નાડિયા ચંદુભાઇ મોતીભાઇ અપક્ષ ૧૧૧૦  
નોટા ૩૧૧૪  

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *