ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

 ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

નિરવ જોષી, અમદાવાદ

આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આયોજન અંગે વિરોધ નોંધાવીને કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં મે મહિના ના અંતે જ કોરોનાની અત્યંત ઘાતક બીજી લહેર શાંત થઈ રહી હોય એવું જણાયું છે. જૂન મહિનામાં હજુ સુધી વિદ્યાર્થી જગત મૂંઝવણમાં છે. આવામાં ગુજરાત યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષાઓનો કાર્યક્રમ આયોજિત કર્યો છે જેને ફરીથી યુવા વિદ્યાર્થીઓમાં ચિંતા જન્માવી છે. ખાસ કરીને એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ દ્વારા તેમજ પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવ રાજ સિંહ કઠવાડિયા , એન.એસ.યુ.આઇ.ના મહામંત્રી કુણાલભાઇ અને સેનેટ સભ્ય દક્ષ પટેલ વડે આ અંગે કુલપતિશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવક કોંગ્રેસે જણાવ્યું છે કે ઓફલાઈન પરીક્ષાઓ અંગે તેમનો સખત વિરોધ છે કારણકે આપણા વિદ્યાર્થીઓ કોરોના થી હજુ મુઝાયેલા છે અને તેઓ કોરોના પ્રૂફ નથી.

આ online પરીક્ષા પણ નથી ઓફલાઇન પરીક્ષા છે મતલબ કે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પરીક્ષાઓ આપવા માટે ભેગા થશે જેના પરિણામે કોરોના સંક્રમણની સંભાવના ઉભી થશે. આ ઉપરાંત યુનિવર્સિટીની દરેક કોલેજમાં હજુ સુધી પુરા વિદ્યાર્થીઓ વર્ગને vaccination કરવામાં આવી નથી. યુવા કોંગ્રેસની માંગ કરી છે કે યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ માંથી સંલગ્ન કોલેજના દરેક વિદ્યાર્થીઓને રસી આપવી જોઈએ. યુવા કોગ્રેસ જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની જો offline પરીક્ષાઓ યોજાશે તો તે અંગે વિરોધ નોંધાવશે અને NSUI ઉગ્ર આંદોલન પણ કરશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *