વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

 વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

નીરવ જોષી, હિંમતનગર

સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત વાગ્યે માં મહાકાળી ની નગરયાત્રા નીકળવાની છે હજી સુધી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે . સગર સમાજના આધ્ય કુળદેવી માં મહાકાળી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીંયા બિરાજ્યા છે જેને સમાજ આરાધ્ય દેવી તરીકે પૂજે છે.

 

૧૮મી થી ૨૨ મેએ સુધી આ રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધુમપુર્વક ઉજવાઇ રહ્યો છે જેનો લાભ પાંચ ગામ સગર સમાજ ના લોકો તેમજ ગુજરાતમાં તેમના સગા પણ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ બીજા દિવસે કાજલ મહેરીયા લોક કલાકાર લોકોને ગરબા મહોત્સવ કરાવ્યો હતો.

શુક્રવારના રોજ આ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો વિધિ પૂર્ણ સવારે શરૂઆત તેમજ સાંજે કલાકાર જયદીપ ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારના સવારે સાત વાગે મહાકાળી માની નગરયાત્રા પણ ખૂબ મોટા પાયે ધામધૂમથી નીકળવાની છે.

ઉલ્લેખનીય છે કે વડાલી નગરની આસપાસ આવતા ચાર ગામો જેમાં સગર સમાજ બહુ મોટી સંખ્યામાં રહે છે. આ સમાજના ખેડૂતો તેમજ વેપારીઓ શાકભાજીનો વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેમની મહાકાળી માતા માં શ્રદ્ધા અને આસ્થા અનન્ય અને અતૂટ છે. અહીં ખેડબ્રહ્મા વડાલી હાઇવે ઉપર મહાકાળી માનુ મંદિર નું નિર્માણ થયે કુલ ૨૫ વર્ષ થયા છે. આ મંદિર વર્ષો થી ખેડબ્રહ્મા જનારા માતાજીના સંઘો તેમજ અંબાજી જતા પગપાળા સંઘના મા અંબાના ભક્તોને પણ ખૂબ જ સેવા પૂરી પાડે છે.

આ મંદિરના સંકુલમાં સગર સમાજ ના આદિ પુરુષ મહર્ષિ ભગીરથ નું મંદિર પણ આવેલું છે. હિન્દુ શાસ્ત્રના પુરાણોમાં ભગીરથ તપસ્વી ઋષિ ના કારણે ગંગા નદી આ પૃથ્વી પર અવતરિત થઈ હતી એવું દર્શાવવામાં આવ્યું છે.આમ સગર સમાજ ભગીરથ ઋષિને તેમના સનાતન પુરુષ માને છે અથવા તો બધા જ સગર સમાજના લોકો એ ભગીરથ ઋષિ ના આશીર્વાદ પામેલા સંતાનો છે એમ માને છે. અહીંયા મંદિરના સંકુલમાં તેમનું દિવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે જે તેમની મૂર્તિ બિરાજમાન દ્રશ્યમાન થાય છે.

ગઈકાલથી શરૂ થયેલા મહાહવનમા હરિઓમ આચાર્ય ના અધ્યક્ષ સ્થાને કુલ ૧૩૧ બ્રાહ્મણ વડે મહાકાલી સમર્પિત દિવ્ય મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં કુલ ૨૧ કુંડી હવન તેમજ અન્ય બ્રાહ્મણો રોજ ૫ ચંડીપાઠ પણ કરવામા આવે છે. યજ્ઞની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી ૨૨મી તારીખે થશે. મંત્રોચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું છે. સમગ્ર મહાકાળી મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે.

 

આ કાર્યક્રમમાં 18 તારીખે સાંસ્કૃતિક મહોત્સવ પડે પાંચ સગર ગામના બાળકો નું ટેલેન્ટ શો પણ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોએ મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. સમાજની અંદર જાગૃતિ ફેલાય તેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારના સાંજે જયદીપ ગઢવી ડાયરો ની રંગત જમાવશે તેમજ લોક ગાયિકા રાધે ગ્રુપ ની રિયા પટેલ પણ ભક્તોને ગરબાના ભક્તિ સંગીત માં આનંદ ઉત્સવ કરાવવા રવિવારના રાત્રે પધારશે. યજ્ઞની પુર્ણાહુતી 22 તારીખે થશે તેમજ મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવા માટે ભક્તોને યાદગાર લાભ આપવામાં આવશે.

સમગ્ર મંદિરનું પરિસર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. અલગ અલગ કમિટીઓ બનાવીને સગર ભક્તોએ આવનારા લોકોની સેવા કરવા માટે ખૂબ મહેનત કરી છે.

ચાર દિવસ માટે મા ના દિવ્ય પ્રસાદનું સવાર-સાંજ આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી અલગ અલગ કમિટીઓ બનાવીને ખડે પગે સેવા આપી રહ્યા છે. આ ગ્રુપમાં સવાર તેમજ બપોરની ચા બનાવવાનું કાર્ય કરનારા સગર ભક્તોના ગ્રુપને અલખ ધણી જેવું રસપ્રદ નામ આપવામાં આવ્યું છે.

રજત જયંતિ મહોત્સવ માં સેવા આપનારા સ્વયંસેવકો નું સન્માન પણ શુક્રવારે બપોરે મંચ પર કરવામાં આવ્યું હતું. નાના બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહાકાળી મંદિર ના શુભારંભ સમય જેમણે એનો પાયો નાંખ્યો તેવા સૌથી વયોવૃદ્ધ વડિલ નું પણ ખુબ જ ભાવ પૂર્વક સન્માન કરવામાં આવ્યું.

હજુ શનિવાર તેમજ રવિવાર હજારોમાં મહાકાળી ના ભક્તો આજુબાજુના ગામડાઓમાંથી તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી વડાલી મુકામે આવીને આ રજત જયંતી મહોત્સવનો મોટા પાયે લાભ લેશે અને મહાકાળી માના આશીર્વાદ લઈને ધન્ય થશે તે આ કાર્યક્રમ ની મુલાકાત લેતા જ દેખાઈ રહ્યું છે!

સગર ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થા જોવા અને માણવા રજત જયંતિ મહોત્સવ માં આવવું જ રહ્યું! જય માં મહાકાલી!

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *