ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?
AVSPost bureau, Himatnagar
જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં યોજાયો
સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે
સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને દિર્ઘ દ્રષ્ટ્રા વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના અથાગ પ્રયાસોને મકકમ સફળતાઓ મળી રહી છે. બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય તે માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ એટલે કે સ્વામી વિવેકાનંદના જન્મ દિન થી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પુરસ્કાર માટે જિલ્લાની ૧૭૩૭ શાળાઓએ સ્વ-મૂલ્યાંકન કર્યું હતું.
પોગલુ શાળાના આચાર્ય સુશ્રી જીનલબેન પટેલે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા માટે ૧૭૩૭ શાળાઓ પૈકિ ૧૧૧ શાળાઓનું ૩,૪,૫ સ્ટાર રેકિંગ આપવામાં આવ્યું હતું. આ શાળાઓનું જિલ્લાકક્ષાના એવોર્ડ માટે ઇવેલ્યુએટર દ્રારા બાહ્ય મૂલ્યાંકન કરી તેઓની માહિતી SVP વેબ પોર્ટલ પર સબમિટ કરવામાં આવી. બાહ્ય મૂલ્યાંકન બાદ જિલ્લા કક્ષાના પુરસ્કાર માટે ઓવરઓલ રેંકિંગ મુજબ જિલ્લાની ૮ શાળાઓ અને કેટેગરી વાઈઝ મૂલ્યાંકનમાં ૨૯ મળીને કુલ ૩૭ શાળાઓ પસંદ થઈ.
જેમાં રેંકિંગ મુજબ ગ્રામ્ય કક્ષાએ પોગલું પ્રાથમિક શાળા, શહેરી કક્ષાએ ખેડબ્રહ્મા-૧ પ્રાથમિક શાળા તથા ઓવરઓલ કેટેગરીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની પસંદગી થઈ હતી. જેમને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે નોમિનેટ કરવામાં આવ્યા. જિલ્લા કક્ષાએ ગ્રામ્યમાં પ્રાંતિજ તાલુકાની પોગલું પ્રાથમિક શાળા પ્રથમ અને બીજો નંબર જીંજવા પ્રાથમિક શાળા તથા ત્રીજો નંબર હિંમતનગર તાલુકાની સવગઢ પાણપુર પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તાર માટે પ્રથમ નંબર ખેડબ્રહ્મા તાલુકા શાળા તેમજ સબ કેટેગરી પ્રમાણે છ શાળાઓનીની પસંદગી થઈ હતી. આ શાળાઓને રૂ. ૭૦૦૦ થી લઇ ૧૫,૦૦૦ સુધીના કુલ રૂ. ૯૪,૦૦૦/-ના રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને જિલ્લા કક્ષાએ ૨૭ શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્ર્મમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીશાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, ઇડર ડાયેટના પ્રાચાર્યશ્રી પુરણીયા, તમામ શાળાના સક્રિય બાલ મંત્રી મંડળના સભ્યો,એસ.એમ.સી સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ, સી.આર.સી તથા બી.આર.સી અન્ય મહેમાનોની હાજરીમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું.