જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું?

 જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું?

નીરવ જોષી, હિંમતનગર

(joshinirav1607 @gmail.com)

મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ

જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે

     સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી.

        સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં  કોરોના રસીના પહેલા ડોઝનુ ૯,૯૪,૫૧૭(૮૯.૩૦%) ટકા અને બીજા ડોઝનું ૫,૩૭,૮૭૪ (૫૫.૩૧%) ટકા રસીકરણ સંપન્ન થયું હતું.રસીકરણ જાગૃતિ રેલી  દ્વારા  લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.

      મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલે આ પ્રસંગે જિલ્લાના આરોગ્ય કર્મયોગીઓ તેમજ રસીકરણમાં સહયોગ આપનાર સહુને અભિનંદન પાઠવ્યા હતા. રસીકરણ જાગૃતિ રેલીઓ, પોસ્ટર,નાટક, ભવાઇ વગેરે  દ્વારા  લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.  સાથે જિલ્લાની જનતામાં કોરોના પ્રત્યે આવેલી જાગૃતિ બદલ પણ સૌ જિલ્લા વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

       તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧  થી વધુ ગામોમાં પહેલા ડોઝ નું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે.

  જિલ્લામાં  ૯,૯૪,૫૧૭ લાખથી વધુ લોકોએ પહેલા ડોઝ ની રસી લઇ લીધી છે.

આ પૈકી ૫,૩૭,૮૭૪  લાખથી વધુ લોકોએ બંને ડોઝ પૂરાં કર્યા છે.અને હવે પહેલો ડોઝ લેવાનો બાકી હોય તેવા જૂજ લોકો આવી રહ્યાં છે.મોટેભાગે હવે લોકો બીજો ડોઝ લેવા આવે છે.જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી કોરોના પોઝિટિવ કેસ નથી.

    આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, આરોગ્ય વિભાગના કર્મીઓ, કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો તેમજ પોલીસ જવાનનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *