કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે કરી સગવડ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ની રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ ૯/૦૪/૨૦૨૩ ને રવિવારના રોજ હોવાથી વિદ્યાર્થીઓનો નંબર હિંમતનગર ખાતે આવેલ હોય તો એવા વિધાર્થીઓ માટે ABVP હિંમતનગર શાખા દ્વારા તા. ૦૮-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રે રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેમકે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, મેહસાણા માંથી પરીક્ષા આપવા હેતુ આવેલા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદની આ સેવાનો લાભ મેળવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર મુક્ત અને પારદર્શી વાતાવરણમાં જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજવા સજ્જ
સાબરકાંઠા જિલ્લામાં ૧૧૭ કેંદ્રો પરથી ૪૦૧૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે
ઉમેદવારનાં પરીક્ષા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત-૦૨૭૭૨ ૨૪૦૯૧૮
આગામી ૯મી એપ્રિલ ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાશે. જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી એન.એન. દવેની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી હતી.
જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, ૯મી એપ્રિલ ૨૦૨૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના સાત તાલુકાના ૧૧૭ પરીક્ષા કેન્દ્રોના ૧૩૩૭ વર્ગખંડોમાં ૪૦૧૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે. સાબરકાંઠા જિલ્લામાં તમામ પ્રકારની તૈયારીઓ સાથે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ છે. પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી સૂચનાઓ તેમજ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન(પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ ૨૦૨૩ની અગત્યની જોગવાઈઓ અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી અને દંડના પ્રાવધાન અંગેની વિશેષ જાણકારી આપી હતી.
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૯ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ૧૬ ફ્લાઇંગ સ્કોડ, દરેક સેન્ટર ઉપર બે મહિલા, બે પુરૂષ કોન્સ્ટેબલ અને એક એ.એસ.આઇ અથવા પી.એસ.આઇ ફરજ બજાવશે. અંદાજે ૫૦૦૦થી વધુ અધિકારી કર્મચારી આ પરીક્ષામાં ફરજ બજાવશે.
સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેંદ્ર સુધી પેપર સલામત રીતે પહોંચે તે માટે જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો ઉપયોગમાં લેવાશે. દરેક વર્ગખંડ સી.સી.ટી.વીથી સજજ હશે. જેનું માઇક્રો ઓબ્ઝર્વર દ્રારા સમગ્ર પરીક્ષા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ૬૦૦ થી વધુ સંખ્યા ધરાવતા ત્રણ કેંદ્રો અને ૪૫૦ થી વધુ સંખ્યા ધરાવતા ૨૭ કેન્દ્રોનો સમાવેશ થાય છે.
ઉમેદવારોને પરીક્ષા કેંદ્રો પર પહોચવા માટે એસ.ટી. વિભાગ દ્રારા વિશેષ સુવિધા માટે ૧૯ જેટલી બસો ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બસો ઉપરાંત વધુ બસોની જરૂર જણાશે તો તે ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવવામાં આવી હતી.
ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરે ત્યારે તેમને બેંક ડિટેલ આપતાં તેમને રૂ. ૨૫૪ તેમના ખાતામાં જમા થશે. એમ વધુમાં જિલ્લા સમાહર્તાએ ઉમેર્યું હતું.
આ પરીષદમાં જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાધેલા,અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઠક્કર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
કયા તાલુકામાં કેટલા પરીક્ષા કેંદ્રો
હિંમતનગર :૪૪ , ઇડર ૩૧, વડાલી ૦૬, તલોદ ૧૩, ખેડબ્રહ્મા ૧૧, પ્રાંતિજ ૧૦ વિજયનગર ૦૨