વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક કરો

 વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક કરો

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)

વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત.

કમિશન્નશ્રી યુવકસેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીસાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં યુવક-યુવતીઓને આ તાલીમ શિબિરમાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે.

આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓની અરજી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરીસર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડસબ જેલ રોડહિંમતનગર સાબરકાંઠા ખાતે મોકલી આપવા રમત ગમત વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

————————————————————————–

કલામહાકુંભ – ૨૦૨૨ અંગેની સાબરકાંઠા જિલ્લાના કલાકારો માટે મહત્વપૂર્ણ જાણકારી

 રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાયકલા સાહિત્ય અને સાંસ્કૃતિક માં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજાશે.

રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર તેમજ કમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓગાંધીનગર દ્વારા આ વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૨માં તાલુકાકક્ષાની ઇવેન્ટ તા.૧૯થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૨જિલ્લાકક્ષાની ઇવેન્ટ તા.૦૨ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન વિવિધ ચાર વયજૂથ ની સાહિત્યકલાનૃત્ય અને ગાયન વિભાગમાં વકતૃત્વનિબંધ લેખન,કાવ્ય લેખનગઝલ શાયરીલોકવાર્તાદુહા-છંદ-ચોપાઈચિત્રકલાસર્જનાત્મક કારીગરીલોકનૃત્યરાસગરબાભરતનાટ્યમકથ્થકકુચીપુડીઓડીસીમોહિનીઅટ્ટમશાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)સુગમ સંગીતલગ્નગીતસમુહગીતલોકગીત/ભજનહાર્મોનિયમ (હળવું)તબલાઓરગનસ્કૂલ બેન્ડવાંસળીસિતારગિટારસરોદસારંગીપખાવજવાયોલીનમૃદંગમરાવણ હથ્થોજોડિયા પાવા એમ કુલ-૩૭ ઇવેન્ટોની સ્પર્ધાઓનું આયોજન ૦૬ થી ૧૪,  ૧૫ થી ૨૦ અને ૨૧ થી ૫૯ વયગૃપમાં કરવામાં આવશે. 

 ભાગ લેવા ઇચ્છુક કલાકાર પ્રવેશપત્ર જિલ્લા રમતગમત કચેરીક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ સબ જેલ પાસે ,હિંમતનગર સાબરકાંઠા ખાતેથી મેળવી તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી પરત કરવાના રહેશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *