સાબરકાંઠા: મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે

 સાબરકાંઠા: મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે

Avspost.com, Himatnagar 

સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે

ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવાનામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવી છે.

 

 તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજથી શરૂ થનાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યકમ અનવ્યે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર)તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર)તા. ૦૪ સપ્ટેમ્બર  ૨૦૨૨(શનિવાર) તથા તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨(રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નકકી કરવામાં  આવેલ છે.       

  મતદાર યાદીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે  નમુનો

નમુનો-૭મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ અને એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદલી કરવા માટે નમૂનો- ૮કમાં રજુ કરવાનુ રહેશે.

 

        ઉપર્યુકત નમુના કલેકટર કચેરીમતદાર નોંધણી  અધિકારી/ મદદનીશ મતદારનોંધણી અધિકારીની કચેરીપ્રાંત/ મામલદારની કચેરી તેમજ બુથ લેવલ ઓફીસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકશે તેમજ આ  આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકશે.

 

         ખાસ  ઝુંબેશના દિવસોએ સવારના-૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ કલાક દરમિયાન મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફીસર મારફત આ નમૂના મેળવી શકાશે તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળોએ ઉપરોકત દિવસોએ પરત આપી શકાશે. જિલ્લાની તમામ જનતાને અપીલ કરવામાં આવે છે  કે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યકમ દરમિયાન બહોળી સંખ્યામાં ભાગ લઇ મતદારયાદીને   ૧૦૦ % ક્ષતિમુકત  બનાવવામાં આપનો અમુલ્ય ફાળો આપશો એમ જિલ્લા નાયબ ચુંટણી અધિકારી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *