સાબરકાંઠા: 23 જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

 સાબરકાંઠા: 23 જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

નીરવ જોષી , હિંમતનગર (M-7838880134)

સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

જિલ્લાની ૧૧૬૩ પ્રાથમિક શાળાના ૧૯,૬૬૪ પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવાશે.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર કરાશે.

     સમગ્ર રાજયમાં તા. ૨૩ જૂન ૨૦૨૨થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના તમામ તાલુકાઓની ૧૧૬૩ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે જેમાં પ્રવેશપાત્ર ૧૯,૬૬૪ બાળકોનુ મહાનુભવોના હસ્તે નામાકંન કરાવવામાં આવશે. આ ત્રિ-દિવસીય કાર્યક્ર્મમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓને આવરી લેવામાં આવશે.

            જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જિલ્લામાં યોજાનાર ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ લઇ હાથ ઘરાયેલી કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાકાળને લઇ શાળા પ્રવેશોત્સવ થઇ શક્યો ન હતો પરંતુ ચાલુ સાલે શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે જેમાં આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. જેમાં શાળાઓનું ભૌતિક મૂલ્યાંકન કરવા આવશે. આ ઉપરાંત બાળકોના નામાકંની સ્થિતિ, બાળકો અને શિક્ષકોની સંખ્યા ૧૦૦ ટકા હાજરી અને ઓનલાઇન હાજરીની સ્થિતિની સમીક્ષા, ગુણોત્સવ ૨.૦ દ્વારા થયેલ મૂલ્યાંકનની સમીક્ષા, એકમ કસોટી અને સંત્રાત પરીક્ષા, તેમજ લર્નિગ લોસ માટે સમયદાન અને થયેલ ઉપચારાત્મક વર્ગ, કોરોનાકાળ દરમિયાન થયેલ ઓનલાઇન ઓફલાઇન કામગીરીની સમીક્ષ તેમજ ડ્રોપઆઉટ રેશિયા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

     જિલ્લામાં કુલ ૧૦૧૮૧ કુમાર અને ૯૪૮૩ કન્યાઓ મળી કુલ ૧૯૬૬૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, ૪૬ દિવ્યાંગ બાળકો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૨૬ કુમાર અને ૩૨૮ કન્યાઓ મળી કુલ ૬૫૪ લઘુમતી બાળકોને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ વિધાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.

            સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ૯૧ રૂટ નિયત કરાયા છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાની દરેક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

            બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમીલાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *