નિરવ જોશી, હિંમતનગર(M-7838880134)
કહેવાય છે કે જે થાય છે સારા માટે થાય છે. હિંમતનગર માટે સદભાગ્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ વડાપ્રધાન “નરેન્દ્ર મોદીની 99મી મન કી બાત” વાત સાંભળવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા.
નોંધનીય છે કે હવે એ જોવાનું રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન કી બાત મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કઈ જગ્યાએ નિહાળશે???
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમ ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા ના ગ્રામ જનો સાથે બેસીને નિહાળતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ની આગવી સહજતા મૃદુતા થી કાંકણોલ ના ગ્રામજનો ભાવ વિભોર થયા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ ના ગ્રામ જનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી રવિવારે સવારે કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિર ખાતે થી મન કી બાત ના જીવંત પ્રસારણ નિહાળવામાં સાસંદ શ્રી દીપસિહ રાઠોડ, રમીલા બહેન બારા, પૂર્વ મંત્રી અને ઇડર ના ધારા સભ્ય રમણલાલ વોરા તેમજ અગ્રણીઓ સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને પોતાની સાથે બેસીને મન કી બાત નિહાળતા જોઈ ને ગ્રામજનો મુખ્યમંત્રીશ્રી ની સહજતા, મૃદુતા થી ભાવવિભોર થયા હતા અને ભારત માતા ના જયઘોષ થી સ્વાગત કર્યું હતું.
મન કી બાતના આ એપિસોડ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, સ્વચ્છ ઊર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર – તમિલ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં મા શારદાના નવનિર્મિત મંદીર અંગે વિસ્તૃત વાત કરી હતી.
કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આગામી દિવસોમાં ગુજરાત રાજયની ઉત્તરોતર પ્રગતિ અને ગુજરાતની જનતાને સારા સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે કામના કરી.
આ અવસરે સાબરકાંઠા જિલ્લાના સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબા જેવા રાજકીય આગેવાનો સહિત જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ , જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ હાજરી આપી હતી