BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું છે?

 BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું છે?

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11-09-2022 ના રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું.

નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી વરસ ની ભવ્ય રીતે ઉજવણી કરવાની છે ત્યારે ભારતના સનાતન હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો , ધાર્મિક સંસ્થાઓ – દશનામ અખાડાના આશ્રમના વરિષ્ઠ સંતોને,મહંતો તેમજ ધર્મગુરુઓ ને સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસના પ્રગટ ગુરુ મૂર્તિ રહેલા અને 2016 વર્ષ માં સાળંગપુર મુકામે બ્રહ્મલીન થયેલા પ્રમુખસ્વામી મહારાજના ધર્મમય જીવનના કરેલા સત્કાર્યો તેમજ સામાજિક ઉત્થાનના કાર્યોને અંજલી આપતા જન્મ શતાબ્દી વરસના મહોત્સવની તેમજ સંપ્રદાયના ભક્તોના ગુરુસેવાના યજ્ઞરૂપે જ આવનારા આ ભવ્ય શતાબ્દી મહોત્સવને જાણવા માટે તેઓ તેમના અનુયાયીઓ વર્ગ સાથે પધારે તેઓ પણ એક શુભ આશય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આયોજિત સંત સંમેલનનો રહેલો છે. હિંમતનગર મુકામે બીએપીએસના મંદિરમાં બે જિલ્લાના સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પાવનકારી સંતસંમેલનમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના સનાતન ધર્મના સ્તંભ સમાન ૧૬૦ થી વધુ પૂજ્ય સંતો-મહંતો ,મહામંડલેશ્વરો , વિવિધ મંદીર નાં પૂજારીશ્રીઓ તથા ટ્રસ્ટીશ્રીઓ પધાર્યા હતા.

આ સૌ પૂજ્ય સંતો – મહંતો નું BAPS સ્વામિનારાયણ સંસ્થા નાં વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુની સ્વામી,પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી,પૂજ્ય શ્રીરંગ સ્વામી,કોઠારી પૂજ્ય મંગલપુરુષ સ્વામી તથા સંતવૃંદ દ્વારા પૂજન અર્ચન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું…

આ સંત સંમેલન નાં પ્રસંગે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ કરતા *વડિયાવિર મંદીર નાં મહંત પૂજ્યપાદ શાંતિગીરીજી મહારાજે* પ્રમુખસ્વામી મહારાજ ની ગુરૂ ભક્તિ વધાવી અને કહ્યું કે ” પ્રમુખ સ્વામી મહારાજ નાં જીવન માંથી ઘણું શીખવા મળે..તેમનું જીવન અનુકરણીય છે” …

*વિરેશ્વર મહાદેવ મંદીર નાં મહંત પૂજ્યપાદ રામદાસજી મહારાજે* પ્રમુખ સ્વામી મહારાજ નાં ગુણાનુવાદ ગાતા કહ્યું કે ” પ્રમુખ સ્વામી મહારાજ નું જીવનકાર્ય એવું છે કે બાળક થી લઇ યુવાન તથા વૃદ્ધો સુધી તમામ નાં જીવન માં શિક્ષાપત્રી પાલન કરાવ્યું છે.આ નાની વાત નથી..”

પાવનકારી સંત સંમેલન માં *BAPS સંસ્થા નાં વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામી* એ સંબોધન કરતા કહ્યું ..” પ્રમુખસ્વામી મહારાજ યુનાઈટેડ નેશન્શ માં બોલ્યા હતા પરસ્પર ધર્મના ગુરુઓ ની મુલાકાત થાય ત્યારે ધર્મનાનાં આશ્રિતો વચ્ચે સંવાદિતામાં વધારો થાય છે.” 

કાર્યક્રમમાં પધારેલા ને સંપ્રદાયો અને આશ્રમના સંતો મહંતો એ પ્રમુખ સ્વામી મહારાજ સાથે નાં ભાવભર્યા સ્મરણો વાગોળી ને હૃદયાંજલી અર્પણ કરી હતી..

આ પ્રસંગે શામળાજી મંદીર નાં પ્રમુખશ્રી દિલીપભાઈ ગાંધી,નરનારાયણદેવ સ્વામિનારાયણ સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી જે.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લા માંથી ૨૦૦૦ થી વધુ ભાવિક ભકતો હાજર રહ્યા હતા..

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *